ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Madhya Gujarat » Latest News » Ahmedabad City» Gujarat leave new delhi behind in income tax payme

  IT ભરવામાં મુંબઇ-દિલ્હી માઇનસમાં,ગુજરાત નંબર વન

  Nimesh Khakharia, Ahmedabad | Last Modified - Jul 23, 2011, 02:34 AM IST

  ગત વર્ષે રૂ ૨૪૧૯ કરોડ ભર્યા હતા આ વખતે રૂ ૩૦૦૮ કરોડ, પ્રથમ ક્વાર્ટરમાં ગુજરાત ૨૪ ટકા પ્લસમાં
  • IT ભરવામાં મુંબઇ-દિલ્હી માઇનસમાં,ગુજરાત નંબર વન
   IT ભરવામાં મુંબઇ-દિલ્હી માઇનસમાં,ગુજરાત નંબર વન

   >> ઇન્કમટેક્સ ભરવામાં મુંબઇ-દિલ્હી માઇનસમાં
   >> એપ્રિલથી જુનના પ્રથમ ક્વાર્ટરમાં ગુજરાત ૨૪ ટકા પ્લસમાં
   >> ગુજરાતે ગત વર્ષે રૂ ૨૪૧૯ કરોડ ભર્યા હતા આ વખતે રૂ ૩૦૦૮ કરોડ


   gujarat_300દેશમાં એડવાન્સ ઇન્કમટેક્સ ભરવાના ગ્રોથ રેટમાં મેગા સિટીની સરખામણીમાં ગુજરાત નંબર વન સાબિત થયું છે. આશ્ચર્યની વાત એ છે કે દેશની રાજધાની દિલ્હી, આર્થિક રાજધાની મુંબઇ અને આઇટી હબ બેંગલોર ગત નાણાકીય વર્ષની સરખામણીમાં આવકવેરો ભરવામાં માઇનસમાં છે ત્યારે ગુજરાતે ૨૪ ટકાનો માતબર ગ્રોથ મેળવ્યો છે. એપ્રિલથી જુન મહિના સુધીમાં પ્રથમ ક્વાર્ટરમાં ભરાયેલા ઇન્કમટેક્સના આ આંકડા સાબિત કરે છે કે ગુજરાતમાં સાતત્યપૂર્ણ ઔદ્યોગિક વિકાસ થઇ રહ્યો છે.

   દિલ્હી ઇન્કમટેક્સ ભરવામાં ૭૨ ટકા માઇનસ, મુંબઇ ૨૮ ટકા અને બેંગલોર અઢી ટકા માઇનસમાં છે. અમદાવાદ સહિત ગુજરાત તરફથી ગત વર્ષે ૨૪૧૯ કરોડ રૂપિયા ટેક્સ ભરાયો હતો. જે આ વર્ષે વધીને ૩૦૦૮ કરોડ રૂપિયા થયો છે. જંગી રીતે ભરાયેલા ટેક્સ પાછળનું મુખ્ય કારણ નિકાસમાં વધારો. હીરા-ઝવેરાત ઉદ્યોગ તેમજ રિયલ એસ્ટેટનો ઉછાળો પણ કારણભૂત છે.

   ઈન્કમટેક્સ વિભાગમાંથી મળેલા આંકડાઓ મુજબ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં ગત નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરની સરખામણીએ ગુડગાંવ અને નોઈડા જેવા ઔદ્યોગિક હબ ધરાવતા દિલ્હીમાંથી આવતાં ઈન્કમટેક્સમાં ૭૨ ટકાનો જ્યારે મોટા ઉદ્યોગગૃહો જ્યાં રજિસ્ટર્ડ ઓફિસ રાખીને ટેક્સ ભરે છે તે દેશની આર્થિક રાજધાની મુંબઈમાંથી આવતા ઈન્કમટેક્સમાં ૨૮ ટકાનો ઘટાડો નોંધાયો છે. આ સરખામણીમાં ઔદ્યોગિક રીતે ખૂબ ઝડપથી વિકસી રહેલા ગુજરાતમાંથી આવતા ઈન્કમટેક્સમાં ૨૪ ટકાનો ઉછાળો નોંધાયો છે. આઈટી કેપિટલ તરીકે ઓળખાતા બેંગલોરમાંથી આવતા ઈન્કમટેક્સમાં પણ અઢી ટકાનો ઘટાડો નોંધાયો છે.

   પ્રથમ ક્વાર્ટરમાં દેશના ક્યા શહેરમાંથી કેટલો ટેક્સ ભરાયો
   દુનિયાના ટોપ ટેન બિઝનેસ ફ્રેન્ડલી શહેરોમાં અમદાવાદ
   ગુજરાતના જંગી ટેક્સ વધારા પાછળના મુખ્ય કારણો  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Gujarat leave new delhi behind in income tax payme
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Madhya gujarat

  Trending

  Top
  `