ગુજરાત ITમાં પણ આગળ: મુંબઈ-દિલ્હીને પછાડ્યાં

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આઈટી ગ્રોથમાં ગુજરાત મુંબઈ -દિલ્હીથી આગળ

ગુજરાતમાંથી ચાલુ નાણાકીય વર્ષમાં ૨૬,પપ૨ કરોડનો ઇન્કમટેક્સ વસૂલવાનો ટાર્ગેટ હતો પરંતુ તેમાં ૨૨૦૦ કરોડની ઘટ પડતાં અધિકારીઓ દોડતા થઇ ગયા છે.


રાષ્ટ્રીયસ્તરે ઈન્કમટેક્સનો ટાર્ગેટ પૂરો કરવા માટે ચાલુ નાણાકીય વર્ષમાં અધિકારીઓને ધોળા દિવસે તારા દેખાઈ ગયા છે. જો કે મુંબઈ-દિલ્હી જેવા મહત્તમ રેવન્યૂ જનરેટ કરનારા શહેરો અને આઈટી સિટી ધરાવતા કર્ણાટક અને તામિલનાડુની સરખામણીએ ગુજરાતનો ટેક્સ ગ્રોથ રેટ વધુ છે.

જો કે ચાલુ નાણાકીય વર્ષમાં ઈન્કમટેક્સનો ગુજરાતનો ૨૬પપ૨ કરોડનો ટાર્ગેટ ૧પમી માર્ચે એડવાન્સ ટેક્સનો અંતિમ હપતો આવ્યાં છતાં પૂરો કરવો મુશ્કેલ લાગે છે. આ ટાર્ગેટમાં હજુ પણ ૨૨૦૦ કરોડની ઘટ છે. આ માટે દૈનિક ધોરણે ટેક્સ કલેકશનની ગણતરી હાલમાં ઈન્કમટેક્સ વિભાગમાં ચાલી રહી છે.

વધુ વાંચવા માટે તસવીર પર ક્લિક કરો: