તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નર્મદા યોજનામાં ૩ પાડોશી રાજ્ય પાસેથી પ૨પ૧ કરોડ લેવાના બાકી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- હજુ સુધી ૩૯૧૧.૧૮ કરોડ રૂપિયાની રકમ મળી

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજના સાથે સંકળાયેલા ત્રણ પાડોશી રાજ્ય રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ પાસેથી ગુજરાત સરકારને પ૨પ૧ કરોડ રૂપિયા લેવાના થાય છે, પરંતુ ઘણાં વર્ષોથી સરકારને આ રૂપિયા મળી શકતા નથી. વિધાનસભાના બજેટસત્ર દરમિયાન અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણીએ પૂછેલા પ્રશ્નના જવાબમાં સરકારે આ માહિ‌તી આપી હતી.

આ ત્રણ રાજ્યો પાસેથી વસૂલવાની બાકી નીકળતી રકમમાં રોક ફિલ્ડ ડાઇક, લીક ચેનલ, પુન:સ્થાપન અને પુન:વસવાટ તેમ જ વ્યાજ મળીને વિવાદિત રકમ જ રૂ. ૪૧૭૯ કરોડ જેટલી થાય છે. આ રકમ વસૂલવા મુખ્યમંત્રી કક્ષાએ વર્ષ ૨૦૦૦થી પત્ર વ્યવહાર ચાલુ છે. સરદાર સરોવર એડ્વાઇઝરી કમિટીની બેઠકોમાં પણ ઘણી વખત રજૂઆતો કરવામાં આવી છે. રાજ્ય સરકાર અને નર્મદા નિગમના પ્રયાસોના પગલે અત્યાર સુધીમાં આ ત્રણ રાજ્યો પાસેથી ૩૯૧૧.૧૮ કરોડની રકમ મળી છે. બાકીની રકમ માટે હજુ સુધી આ રાજ્યો મચક આપતાં નથી. એક તરફ રાજ્ય સરકાર દ્વારા નર્મદા યોજના પાછળ છેલ્લાં ૧૨ વર્ષમાં ૨૧ હજાર કરોડ જેટલો જંગી ખર્ચ કરાયો છે ત્યારે બીજી તરફ આ કુલ ખર્ચની ૨પ ટકા રકમ પડોશી રાજ્યો પાસે અટવાયેલી છે.

કયા રાજ્ય પાસેથી કેટલી રકમ બાકી?
મધ્યપ્રદેશ ૩૨૯૯.૪૮ કરોડ
મહારાષ્ટ્ર ૧૪૭પ.૧૪ કરોડ
રાજસ્થાન ૪૭૭.૦૧ કરોડ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો