અ’વાદ: બીઆરટીએસ સાઇકલ શેરિંગનો થયો ફિયાસ્કો, થયાં માત્ર ૧પ૦ રજિસ્ટ્રેશન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- બીઆરટીએસ સાઇકલ શેરિંગનો ફિયાસ્કો, માત્ર ૧પ૦ રજિસ્ટ્રેશન થયાં
- પ જૂને પર્યાવરણ દિને મુખ્યમંત્રી ઉદ્ઘાટન કરશે
- બસ સ્ટેન્ડથી ઘર સુધી પહોંચવા સાઇકલ ભાડે આપવાની યોજના છે

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા બીઆરટીએસ બસના મુસાફરો માટે ખાસ સાઇકલ શેરિંગ પ્રોજેક્ટ મંજૂર કરાયો હતો, જેમાં મુસાફરો ઘરેથી બસ સ્ટેન્ડ અને બસ સ્ટેન્ડથી ઘરે પહોંચવા માટે ભાડેથી સાઇકલ મેળવી શકે તે માટેનો ખાનગી કંપનીને કોન્ટ્રાક્ટ અપાયો હતો. આ સાઇકલ શેરિંગના પ્રોજેક્ટને નબળો પ્રતિસાદ મળી રહ્યો છે. અત્યાર સુધીમાં માત્ર ૧પ૦ રજિસ્ટ્રેશન થયાં છે, જ્યારે છેલ્લા બે દિવસથી એકપણ નવું રજિસ્ટ્રેશન થયું નથી. જ્યારે પાંચમી જૂને વિશ્વ પર્યાવરણ દિવસે મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ વિધિવત્ રીતે આ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે.
શહેરમાં પર્યાવરણનું જતન થાય અને શહેરીજનો સ્વાસ્થ્ય પ્રત્યે જાગ્રત થાય તેવા ઉમદા આશયથી મ્યુનિ.ની સ્ટેન્ડિંગ કમિટીએ સાઇકલ શેરિંગનો પાઇલટ પ્રોજેક્ટ મંજૂર કર્યો હતો. એક ખાનગી કંપનીની દરખાસ્તના આધારે શિવરંજની ચાર રસ્તા, અંધજન મંડળ, એઇસી ચાર રસ્તા, હેલ્મેટ સર્કલ સહિ‌ત આઠ બીઆરટીએસ બસ સ્ટેન્ડ પર પ્રાયોગિક ધોરણે સાઇકલ શેરિંગ પ્રોજેક્ટ અમલમાં મુકાયો હતો. બીઆરટીએસના સાઇકલ શેરિંગ પ્રોજેક્ટના સંચાલક હરજિત સોઢી દ્વારા જણાવ્યું હતું કે, '૧૨મી મેથી પ્રિ-પેઇડ રજિસ્ટ્રેશન શરૂ કરાયું હતું, જેમાં અરજદાર લઘુતમ ત્રણ મહિ‌ના સુધી માટે સાઇકલ ભાડે મેળવવા રજિસ્ટ્રેશન કરાવી શકે છે. ત્રણ હજાર રૂપિયા ડિપોઝિટ અને ૬૦૦ રૂપિયા ભાડું આપવાનું હોય છે.’
આ અંગે વધુ વાંચવા તસવીર પર ક્લિક કરો...