બ્રિટન ફરવા જવા માટે ગાઈડન્સ અપાશે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિઝિટ બ્રિટન અને બ્રિટિશ કાઉન્સિલ દ્વારા 'ટુરિસ્ટ હોટ સ્પોટ્સ-બ્રિટન’ પ્રોગ્રામ ઓર્ગેનાઈઝ કરવામાં આવ્યો છે. બે કલાકનો આ પ્રોગ્રામ ૬ઠ્ઠી જૂનના રોજ સાંજે પ થી ૭ દરમિયાન બ્રિટિશ લાઈબ્રેરી, અમદાવાદ ખાતે યોજવામાં આવ્યો છે. આ ઈવેન્ટમાં કોઈ પણ જોડાઈ શકે છે. વિઝિટ બ્રિટન પ્રોગ્રામનું આયોજન પહેલી વાર અમદાવાદ ખાતે બ્રિટિશ કાઉન્સિલમાં યોજાયું છે.

બ્રિટન એક્સપ્લોર કરવામાં રસ ધરાવતા લોકોને આ પ્રોગ્રામ મદદરૂપ રહેશે. મુંબઈ 'વિઝિટ બ્રિટન’ના ડેપ્યુટી મેનેજર વિશાલ ભાટિયા દ્વારા બ્રિટનમાં ફરવા જવા માટેની યોગ્ય માહિ‌તી આ સેમિનારમાં પૂરી પાડવામાં આવશે. આ ઉપરાંત એક પ્રેઝનટેશન પણ રજૂ કરવામાં આવશે અને બ્રિટનને એક્સપ્લોર કરતો એક વિડીયો પણ દર્શાવવામાં આવશે. પ્રિ રજિસ્ટ્રેશનથી એન્ટ્રી અપાશે.