નવતર પ્રયોગ: GTU પ કરોડના ખર્ચે હાઇટેક લેબ બનાવશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટીની તસવીર)
વિદ્યાર્થીઓને નોકરીમાં ઉપયોગમાં આવે એ રીતની તાલીમનો હેતુ

અમદાવાદ:
ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિ‌ટી (જીટીયુ) દ્વારા નવરંગપુરાની એલ.ડી. એન્જિ. કોલેજમાં ઈજનેરીના વિદ્યાર્થીઓ માટે રૂ. પાંચ કરોડના ખર્ચે હાઈટેક ઇક્વિપમેન્ટથી સજ્જ લેબોરેટરી બનાવશે. મિકેનિકલ-ઈલેક્ટ્રિકલ,-ઈન્સ્ટ%મેન્ટેશન એન્ડ કન્ટ્રોલ(આઈસી), ઈલેક્ટ્રિકલ એન્ડ રોબોટિક્સ વિષયના વિદ્યાર્થીઓને ગ્રેજ્યુએટ થયા બાદ પ્રેક્ટિકલ ફિલ્ડમાં વપરાતા આધુનિક સાધનોના ઉપયોગની જાણકારી મળી રહે, પ્રયોગ કરવાની તક મળે તે હેતુસર આ લેબોરેટરી નવેમ્બર મહિ‌ના સુધીમાં તૈયાર કરવાનું સત્તાવાળાઓએ લક્ષ્યાંક રાખ્યું છે.
શહેરની અગ્રણી એલ.ડી. એન્જિ. કોલેજ કેમ્પસમાં આવેલ બોયઝ હોસ્ટેલ પાસેના બ્લોક નંબર ૬માં બોસ રેક્સ રોથ કંપનીના સહયોગથી આ હાઈટેક લેબોરેટરી તૈયાર કરવા માટેના ચક્રો ગતિમાન કરાયા છે. હાલમાં હાઈટેક લેબોરેટરીનું માળખું તૈયાર કરવા માટે આવશ્યક મશીનરી કામે લગાડવામાં આવી છે. ડિગ્રી ઈજનેરી શાખાના વિદ્યાર્થીઓ સ્નાતક થયા બાદ તેમને પ્રેક્ટિકલ ફિલ્ડમાં ઈન્ડસ્ટ્રીઝમાં વપરાતા સાધનોની તેમજ ઉપયોગની જાણકારી હોતી નથી. પરિણામે વિદ્યાર્થીઓને જીટીયુની ડિગ્રી મેળવ્યા પછી તેમને ફરજિયાતપણે ઈન્ડસ્ટ્રીઝમાં આ સાધનોના ઉપયોગની જાણકારી મેળવવા માટે સ્પેશિયલ નોકરી સાથે તાલીમ લેવી પડતી હોય છે.
૧૦ ફેકલ્ટી મેમ્બર સ્પેશિયલ તાલીમ માટે મૈસૂર જશે આ અંગે વધુ વાંચવા આગળ ક્લિક કરો...