ખાનગી શાળા સામે સરકારની સ્માર્ટ સ્કૂલ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ જિલ્લાના આઠ તાલુકામાં આઠ શાળાની પસંદગી કરવામાં આવી
આણંદમાં નવુ શૈક્ષણિક વર્ષ શરૂ થતાં સંતાનોને ખાનગી શાળામાં મુકવા વાલીઓ ધસારો કરે છે, સરકારી શાળાની સગવડતા અને અભ્યાસની ગુણવત્તા સામે ખાનગી શાળામાં સારી હોવાની દલીલ વાલીઓ કરતાં રહે છે. આ બાબતે રાજ્ય સરકાર દ્વારા નોંધ લઈ ખાનગી શાળાઓ સામે સ્માર્ટ સ્કૂલનો કન્સેપ્ટ અપનાવવામાં આવ્યો છે. આ અંતર્ગત પ્રાયોગિક ધોરણે જિલ્લાના આઠ શાળાને વિશેષ સગવડ અને શિક્ષકોને તાલીમ આપવામાં આવશે.
આ અંગે પ્રાથમિક શિક્ષણાધિકારી એન.જી. વ્યાસે જણાવ્યાનું હતું કે 'આણંદ જિલ્લાના આઠ તાલુકા દિઠ એક શાળા એટલે કે કુલ આઠ શાળાને સ્માર્ટ સ્કૂલ બનાવવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. આ શાળાઓમાં ખાનગી શાળા જેવી જ સગવડતા ઊભી કરવામાં આવશે. જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ હસ્તકની જિલ્લાની ૧૦૩૨ શાળાના સર્વે બાદ આઠ શાળા પસંદ કરવામાં આવી છે.
આ શાળામાં ૪૦૦ ઉપરાંત વિદ્યાર્થી, મોટું મેદાન, અન્ય સુવિધા, ઉત્સાહી સ્ટાફ તથા લોકભાગીદારીનો અવકાશ મળી રહે તે રીતે પસંદગી કરવામાં આવી છે. આઠેય શાળામાં સરકાર તરફથી વિશેષ ગ્રાન્ટ આપવામાં આવશે. જેનાં થકી સારાંમાં સારી સગવડતા ઊભી કરી શકાશે. તેવી જ રીતે શાળાના શિક્ષક તથા અન્ય કર્મચારીઓને તાલીમ આપવામાં આવશે અને ખાનગી શાળા સમક્ષ બનાવવામાં આવશે. આ બાબતે શાળાના સંચાલકો સાથે પણ ચર્ચા કરી તેમને જરૂરી એવી સગવડતા પૂરી પાડવામાં આવશે. આ સમગ્ર પ્રોજેક્ટમાં ગુણવત્તા જળવાઈ રહે તે મુખ્ય જવાબદારી રહેશે.’
જિલ્લામાંથી કઈ કઈ શાળાની પસંદગી થઈ
આણંદ એમકો એલિકોન
ઉમરેઠ થામણા પ્રાથમિક શાળા
આંકલાવ કોસન્દ્રિ‌ પ્રાથમિક શાળા
બોરસદ દેદરડા પ્રાથમિક શાળા
પેટલાદ ઘૂંટેલી પ્રાથમિક શાળા
સોજિત્રા દેવાકુમાર શાળા
તારાપુર કુમાર શાળા
ખંભાત મેતપુર પ્રાથમિક શાળા