• Gujarati News
  • Government Officer And Farmer Demand Again Gujarat Government

લડી લેવાના મૂડમાં: કર્મચારીઓ-ખેડૂતોની માગણી નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ગાંધીનગર ખાતે કર્મચારી મહામંડળની મળેલી બેઠક)
- લડત: ખેડૂતો અને સરકારી કર્મચારીઓ સરકાર સામે લડી લેવાના મૂડમાં
- ખેડૂતોની: આત્મહત્યા રોકવી હોય તો ટેકાના ભાવમાં વધારો કરો
- કર્મચારી: મહામંડળની પડતર માંગણી ઝડપથી ઉકેલવા ચીમકી

કપાસ, અનાજ અને ડાંગરના પૂરતા ભાવ મળતા ન હોવાથી તેમજ ટેકાના ભાવ બાબતે કિસાન સંઘે આજે તમામ જિલ્લામાં રેલી યોજી કલેક્ટરને આવેદન આપ્યું હતું. બીજી બાજુ કર્મચારી મહામંડળે પણ સામાન્ય સભા બોલાવી પડતર માગણીઓ ઉકેલવાની રણનીતિ ઘડી હતી. ખેડૂતો અને કર્મચારીઓની માગણી નહીં સંતોષાય તો આગામી દિવસોમાં સરકાર સામે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારાઈ છે.
ગાંધીનગર : રાજ્યમાં કપાસ, અનાજ, તેલબિયા, ડાંગરના ભાવ તળિયે જતા ખેડૂતો માથે દેવાનો ભય તોળાઇ રહ્યો છે. કેન્દ્ર અ્ને રાજ્ય સરકારે ટેકાના ભાવ પણ નીચા રાખતા ખેડૂતોને પડતર ભાવ પણ માંડ માંડ મળે છે. વળી, ટેકાના ભાવે પણ પૂરતી ખરીદી કરાતી ન હોવાથી ખેડૂતો પાયમાલ થઇ જાય તેવી સ્થિતિ ઊભી થઇ છે. આથી આજે રાજ્યના તમામ જિલ્લા સ્તરો પર ખેડૂતોએ જાહેરસભા અને રેલી કાઢીને જિલ્લા કલેકટરને રજૂઆત કરી હતી.

કિસાનસંઘના આગેવાનીમાં રાજ્યના ગાંધીનગર, અમદાવાદ સહિતના તમામ જિલ્લા સ્તરે ખેડૂતોએ રેલી કાઢીને આવેદનપત્ર આપ્યું હતું. અમદાવાદમાં કિસાન સંઘના અમદાવાદના આગેવાન શાંતિ જાંબુકિયા, હસમુખ ડાભી સહિતના આગેવાનોએ કલેકટરને મળીને રજૂઆત કરી હતી. કિસાન સંઘના પ્રમુખ મગન પટેલે જણાવ્યું હતું કે સરકાર દ્વારા ખેડૂતોને ટેકાના ભાવ અપાય છે તે પાકની પડતર જેટલા કે તેનાથી નીચા છે. રાજ્ય સરકાર ટેકાના ભાવમાં વધારો નહીં કરે તો ખેડૂતોને ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે.
આગળ વાંચો મહામંડળની પડતર માંગણી ઝડપથી ઉકેલવા ચીમકી