તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બલરામ, સુભદ્રા સાથે જગન્નાથનું આજે જમાલપુર મંદિરમાં આગમન, જૂઓ તસવીરો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સવારે ૬ કલાકે મોસાળથી આગમન થશે
સવારે ૭.૩૦થી ૧૦ સુધી નેત્રોત્સવ વિધિ યોજાશે

ભગવાન જગન્નાથની ૧૩૬મી રથયાત્રા પૂર્વે આજે ભગવાન જગન્નાથ, બલરામ, સુભદ્રાજીનું જમાલપુર જગન્નાથ મંદિરે આગમન થશે. રથયાત્રાની પ્રથમવિધિ એટલે કે જળયાત્રા જેઠ સુદ પૂનમ ૨૩મી જૂને યોજાઇ હતી, જેમાં ભગવાન જગન્નાથનો સાબરમતી નદીના જળથી મહાભિષેક કરીને શોડ્ષોપચાર પૂજન વિધિ કરાઈ હતી. આ વિધિ બાદ જગન્નાથ તેમના મોસાળ ચાલ્યા ગયા હતા.

સોમવારે સવારે ૬ કલાકે મોસાળથી બલરામ, સુભદ્રાજી અને જગન્નાથનું આગમન થશે. સવારે ૭.૩૦થી ૧૦ સુધી નેત્રોત્સવ વિધિ યોજાશે.
આ અંગે વધુ વાંચવા માટે તસવીર પર ક્લિક કરોઃ
તસવીરઃ વિજય ઝવેરી