તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આંખોમાં આંસુ, કસીને જોડેલા બે હાથ, દયામણો ચહેરો, પોલીસને કરગરતી લાચારી : બાર વર્ષ બાદ
નામ : કુતુબુદ્દીન અનસારી
ઉંમર : 40 વરસ
સરનામું : રખિયાલ, અમદાવાદ
ઓળખાણ : 2002ના ગુજરાત તોફાનોનો ચહેરો
બાર વરસ બાદ : એ જ ઓળખ અને એ જ લાચારી
USP: આંખોમાં આંસુ, જોડેલા બે હાથ, દયામણો ચહેરો, લાચારીથી વિનવણી
27મી ફેબ્રુઆરી, 2002. ગુજરાતના ઇતિહાસનો કાળો દિવસ. એ દિવસની ઘટના અને એ પછી રાજ્યમાં થયેલી હિંસા આજે પણ ભુલાતી નથી. ભોગ બનેલા અને સજા ભોગવતા લોકોના પરિવારજનો તો આ દિવસને ક્યારેય ભુલશે નહીં પણ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને પણ એ કાંડ સતત પજવી રહ્યો છે. જ્યારે મોદી ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે આખા દેશમાં પ્રચાર કરી રહ્યા છે ત્યારે, કે પછી અમેરિકાના વિઝાની વાત આવે ત્યારે પણ બાર વરસ પહેલાંના બનાવો આડે આવે છે .
પણ એક ચહેરો એવો પણ છે જે સાવ સામાન્ય છે, તે કોઇ સેલિબ્રિટી નથી, માંડ પેટિયું રળતો કામદાર વ્યક્તિ છે. પણ જો તમે ગુગલમાં સર્ચ મારો કે 'Gujarat riots, 2002' તો એ ચહેરો વારંવાર નજર સામે આવી જાય છે. એક તસવીરે તેને રાતોરાત દેશ-દુનિયામાં જાણીતો કરી દીધો હતો. એ એવો સેલિબ્રિટી બની ગયો હતો જે બનવાની કોઇને ઇચ્છા ન થાય. તે અચાનક જ સામાન્ય દરજીમાંથી ટ્રેજેડીનું પ્રતિક બની ગયો હતો.
આગળ વાંચોઃ કેમ અનસારી પોતાની તસવીરને કરે છે નફરત? કોણ છે એ ફોટોગ્રાફર જેણે આ તસવીર લીધી હતી? અનસારીનું જીવન આ બાર વરસોમાં કેવું બદલાયું છે? જાણવા ક્લિક કરો આગળની સ્લાઇડ
તસવીર : ઓરકો દત્તા, અન્ય તસવીરો ; બીબીસી હિન્દી, અન્ય ઇન્ટરનેટ સ્ત્રોત
પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.