પિતાએ એક્ટિવા લઈ આપવાની ના પાડતાં યુવતી ભૂખ હડતાળ પર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતી ૨૦ વર્ષીય યુવતીએ એક્ટિવા લેવા માટેની જીદ પકડી હતી. યુવતીના પિતા પાસે એક્ટિવા અપાવવાની સગવડ ન હોવાથી જીદે ચઢેલી યુવતી ભૂખ હડતાળ પર ઉતરી હતી. જેથી દીકરીને સમજાવવા પિતાએ ૧૮૧ હેલ્પ લાઇન પર ફોન કર્યો હતો.આ યુવતી કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. તેના મિત્રો કોલેજમાં વાહનો લઇને આવતા હોવાથી તેણે પણ એક્ટિવા લેવાની જીદ કરી ઘરમાં એક મહિ‌નાથી રોજ ઝઘડો કરતી હતી અને બે દિવસ પહેલાં તો સીધી ભૂખ હડતાળ પર ઉતરી ગઈ.

યુવતીના માતા-પિતાએ દીકરીને સમજાવવાની કોશિશ કરી પરંતુ દીકરી કોઇ પણ સંજોગોમાં માનવા તૈયાર ન હતી. દીકરીને સમજાવવા છતાં તે ન સમજતા અને જીદ ન છોડતા તેના પિતાએ ૧૮૧ હેલ્પ લાઇન પર ફોન કરીને મદદ માંગી હતી. ૧૮૧ હેલ્પ લાઇન પર ફોન આવતા કાઉન્સિલર વાન લઇને યુવતીના પહોંચ્યા હતા અને ૧૮૧ હેલ્પ લાઇનના કાઉન્સિલરે લગભગ ૧ કલાક સુધી યુવતીનું કાઉન્સિલિંગ કર્યુ હતું અને તેને સમજાવી હતી.

જીદ ન કરવા યુવતીને સમજાવી
યુવતીને કહ્યું હતું કે તું ભણવાની સાથે નોકરી કરીને પૈસા કમાઇને પોતાની રીતે એક્ટિવા લાવી શકે છે. માટે તેને જીદ ન કરવી જોઇએ અને તેના પિતાની પરિસ્થિતિ સમજવી જોઇએ.
- ૧૮૧ હેલ્પલાઈનના કાઉન્સિલર.