કોર્ટમાં આવેલી યુવતીએ હંગામો મચાવ્યો ને થઈ જોવાજેવી!

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

૧૨ વર્ષની કિશોરી પર સામૂહિ‌ક દુષ્કર્મના ગુનામાં મદદગારી કરવાના આરોપ સર ઝડપાયા બાદ જામીન પર જેલથી બહાર આવેલ યુવતી છેલ્લી બે મુદતથી કોર્ટમાં હાજર રહેતી ન હતી. જેથી ગ્રામ્ય કોર્ટે તેની સામે વોરંટ કાઢયું હતું.

જેની જાણ થતા યુવતી બપોરે કોર્ટમાં આવી પહોંચતા તેને કોર્ટે અટકમાં લેવાનો નિર્દેશ કર્યો હતો. જેના કારણે રોષે ભરાયેલી યુવતીએ એક કેસની ચાલુ જુબાની દરમિયાન જ કોર્ટ રૂમમાં હંગામો મચાવ્યો હતો. ત્યાર બાદ કોર્ટે આ બાબતને અતિ ગંભીરતાથી લઇ યુવતીના જામીન રદ કરી જેલના હવાલે મોકલી આપી છે.
આ અંગે વધુ વાંચવા માટે તસવીર પર ક્લિક કરોઃ