વિધાતા કોરા કાગળ ઉપર તારા હસ્તાક્ષરો શું કામ કરે છે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- દીકરીની ઉંમર અને વાંસની ઊંચાઈને વધતા વખત લાગતો નથી

ઝાંઝરની ઉંમર ત્યારે પાંચ વર્ષની હતી. મને સુરતમાં આવ્યે હજી માંડ ચાર વર્ષ થયાં હતાં. ગામડેથી ફોન આવ્યો. હું અને મારી પત્ની તરત નીકળ્યાં. આખું ગામ મારી બહેન સીતાના ઘર પાસે એકત્ર થયું હતું. મને તો જેણે ફોન કર્યો હતો તેણે સમાચાર આપ્યા કે તમારા બહેન-બનેવીને એક્સિડન્ટ થયો છે, પણ લોકોને જોતા મને ફાળ પડી. મને જોતાં કેટલાક લોકો મારી પાસે આવી ગયા. તેમના શબ્દો કંઈક આવા હતા, ‘રમેશ હિંમત રાખજે.’ તેમણે હિંમત રાખવાની વાત કરી અને મારી હિંમત તૂટી ગઈ. મને અંદાજ તો આવ્યો કે કંઈક અનઅપેક્ષિત બન્યું છે. મને લાગ્યું કે મારો શ્વાસ રૂંધાઈ જશે. મેં રીતસર મારી બહેનના ઘર તરફ દોટ મૂકી. ર્દશ્ય જોતાં હું ભાંગી પડ્યો. ઘરમાં મારી બહેન અને બનેવીને જમીન ઉપર સુવાડ્યા હતા. ગળા સુધી કફન ઓઢાડેલું હતું. ગામમાં એસટીની સુવિધા સારી નહોતી એટલે બહેન-બનેવી અને તેમની દીકરી ઝાંઝરને લઈ નજીકના ગામે દર્શન કરવા ભાડાની જીપમાં જતા હતા. જીપે પલટી મારી. જેમાં બંનેએ જીવ ગુમાવ્યા હતા.

સીતાને ખૂબ ઈજા થઈ હતી, પણ તેને મરતાં સુધી પોતાની દીકરી ઝાંઝરને એવી રીતે જકડી રાખી હતી કે તેને સાદો ઘસરકો પણ પડ્યો નહોતો. બધી વિધિ પતાવી અમે ઝાંઝરને લઈ સુરત આવ્યા. મારે બે સંતાનો હતાં. પણ મારી પત્નીએ કહ્યું, ‘આજથી ઝાંઝર આપણી દીકરી.’ હું પણ મૂળ સૌરાષ્ટ્રનો. નાનો હતો ત્યારે પિતાનું અવસાન થતાં થોડીઘણી ખેતી હતી તે સંભાળી. ઘરમાં મા અને બહેનની જવાબદારી મારા ઉપર આવી. હજી તો જિંદગી અને જવાબદારીને સમજું તે પહેલાં મા પણ ચાલી નીકળી. મેં મારા લગ્ન થાય તે પહેલાં નાનકડી સીતાનાં લગ્ન કરાવવાનો નિર્ણય કર્યો અને તેવું જ કર્યું. તેનો પતિ પણ સામાન્ય ખેડૂત હતો, પણ પ્રેમાળ માણસ હતો. સીતાનાં લગ્ન થતાં મેં પણ લગ્ન કર્યા. થોડીક જમીન હતી તે વેચી સુરતમાં હીરાનું નાનકડું કારખાનું શરૂ કર્યું હતું, પણ ઝાંઝર મારા ઘરે આવી અને મારા નસીબ આડેનું પાંદડું ખસી ગયું. મારું કારખાનું મોટું બન્યું અને મારો કારોબાર મુંબઈ સહિત વિદેશ સુધી વધ્યો.

આગળ વાંચો ઝાંઝરના સંસાર અને એમાં આવતા ચઢાવ ઉતાર વિશે