ગિરીશ દાણી કેતન પારેખના જામીનદાર હતા

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માધુપુરા મર્કેન્ટાઇલ કો. ઓપરેટિવ બેન્કમાં મુખ્ય ડિફોલ્ટર કેતન પારેખને બચાવવા માટે રાજકારણીઓ અને મોટાં માથાં મેદાને પડ્યાં હતાં. કેતન પારેખ સામે થયેલી ક્રિમિનલ ફરિયાદમાં કર્ણાવતી ક્લબના સેક્રેટરી અને ભાજપ તથા કોંગ્રેસ બંનેની નજીક રહેવાનું પસંદ કરનાર ગિરીશ દાણી બચાવવા સામે આવ્યા. પહેલી વખત ઓગસ્ટ ૨૦૦૧માં ગિરીશ દાણી કેતન પારેખને લઈને માધુપુરા બેન્કમાં આવ્યા હતા અને ત્યાંથી ર્કોટમાં લઈ જવાયા હતા. ર્કોટમાં દાણી તેમના જામીનદાર બન્યા હતા. કેતન પારેખ છેક સુપ્રીમ ર્કોટ સુધી ગયો હતો અને ત્યાં અરુણ જેટલીએ મસમોટી ફી લઈને કેતન પારેખને જામીન અપાવ્યા હતા. અભિષેક મનુ સિંઘવી, સોલી સોરાબજી અને કામિની જયસ્વાલ કેતનનો ર્કોટમાં બચાવ કરી ચૂક્યાં છે.