1 લાખમાં 1 કેસ: 20 વર્ષની યુવતીનો જનનમાર્ગ બનાવાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(પ્રતિકાત્મક તસવીર)
સોલા સિવિલમાં સાડા ત્રણ કલાકનું ગાયનેક અને પ્લાસ્ટિક સર્જનો દ્વારા કરાયેલી સફળ સર્જરી
અમદાવાદ: જન્મની ખોડને લીધે ગર્ભાશય અને યોનિમાર્ગની ક્ષતિ સાથે જન્મેલી ગરીબ પરિવારની 20 વર્ષીય યુવતીનો જનનમાર્ગ બનાવવાનું ‘વેજાઇનો પ્લાસ્ટી’નું સાડા ત્રણ કલાકનું સફળ ઓપરેશન સોલા સિવિલ હોસ્પિટલમાં કરાયું છે. ટૂક સમયમાં યુવતીના લગ્ન થવાના છે અને સર્જરીમાં સાસરી પક્ષે સહકાર આપ્યો છે. સોલા સિવિલના ગાયનેક સર્જરી વિભાગના વડા ડો. અજેશ દેસાઇએ જણાવ્યું હતું કે, એક લાખે એક યુવતીમાં વારસાગત-વાતાવરણ કારણોથી જન્મ જાત ખોડથી યોનિમાર્ગ ન હોવાની ખામી સર્જાય છે.
આ યુવતીની કેસ હિસ્ટ્રી તપાસતાં તેને યોનિની અંદરનો ભાગ જ ન હોવાથી તેની ‘વેજાઇનો પ્લાસ્ટી’ની સર્જરી શનિવારે સવારે ચાર ડોક્ટરોની ટીમે કર્યું છે. જાણીતા પ્લાસ્ટિક સર્જન ડો. ચિંતન પટેલે સર્જરીમાં મદદ કરતાં ચામડીનું ગ્રાફટિંગ કરવા માટેના માત્ર રૂ. 700ના ખર્ચમાં સર્જરી શકય બની છે, પ્રાઇવેટ હોસ્પિટલમાં આવી સર્જરીનો ખર્ચ રૂ. એક લાખ થાય છે. સોલા સિવિલના સુપરિન્ટેન્ડેન્ટ ડો. એચ.કે. ભાવસારના જણાવ્યા મુજબ, હોસ્પિટલનો ગાયનેક વિભાગ ગર્ભાશય અને યોનિના ભાગની ખોડખાંપણ માટેના સારવાર કેન્દ્ર તરીકે ઉભરી રહ્યો છે.
એક્રલીકનો બનેલો મોલ્ડ દોઢ વર્ષ સુધી રાખવો પડે છે આ અંગે વાંચવા આગળ ક્લિક કરો...