શહેરમાં ગાયત્રી જયંતી અને ગંગા દશેરાની ઉજવણી કરાઈ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરમાં ૩૧મી મેને ગુરુવારે ગાયત્રી જયંતી તેમજ ગંગા દશેરાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે નારણપુરા વિસ્તારમાં ૧૧૦૦ દીપયજ્ઞ કરવાની સાથે ગાયત્રી પરિવારના સ્થાપક પંડિત શ્રીરામ શર્મા આચાર્યની પુણ્યતિથિ નિમિત્તે પક્ષીઓ માટે પાણીના કુંડાઓનું નિ:શુલ્ક વિતરણ અને ગંગાપૂજન કરવામાં આવ્યું હતું. ૩૧મી મે ને ગુરુવારના રોજ નારણપુરા વિસ્તારમાં હરિઇચ્છા ફાર્મ ખાતે ગાયત્રી જયંતિ નિમિત્તે રાત્રે ૮થી૧૧ કલાક દરમ્યાન ગાયત્રી જયંતી તેમજ ગુરુદેવ શ્રીરામ શર્મા આચાર્યની પુણ્યતિથિ નિમિત્તે નિમિત્તે ૧૧૦૦ ગાયત્રી મહાદીપયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગાયત્રી મહાયજ્ઞની સાતે જ ગંગા દશેરા નિમિત્તે ગંગાપૂજન અને પક્ષીને ઉનાળામાં પાણી પીવા માટે મળી રહે તેથી ૫૦૦ જેટલા કુંડાઓનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. યુગ નિર્માણ દ્વારા ૨૧મી સદીનું ભવિષ્ય ઉજજવળ બને અને માનવમાત્રમાં પ્રેમ, દયા, ઉદારતા, શિસ્ત, સાધના, સેવા, સંયમ, ત્યાગ અને રાષ્ટ્રપ્રેમ જેવા આદર્શ ગુણો જાગૃત થાય તે હેતુથી આ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો શામેલ થયા હતા તેમ યુગ શક્તિ ગાયત્રી ટ્રસ્ટ નારણપુરાના પ્રમુખ કનુભાઇ પટેલે જણાવ્યું.