વિરમગામ પાસે ચાર મહિલાઓ પર ગેંગરેપ કરી 50 હજારની લૂંટ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હાંસલપુરથી કરકથર જવાના રસ્તે બનેલો બનાવ, સાત અજાણ્યા શખ્સો સામે ફરિયાદ

વિરમગામ પાસે આવેલા હાંસલપુરથી કરકથર જવાના રસ્તે ચાર આદિવાસી મહિલાઓ પર સાત પુરુષો દ્વારા સામૂહિક બળાત્કાર કરી લૂંટી લેવાનો બનાવ નોંધાતા સનસનાટી મચી જવા પામી છે.

આ અંગે પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર હાંસલપુરથી કરકથર જવાના રસ્તે નર્મદા કેનાલનું કામ ચાલી રહ્યુ છે. જ્યાં આદિવાસી મજૂરો કામ કરે છે. આ સ્થળે ગઈકાલે રાત્રે નવ વાગ્યા બાદ ચાર આદિવાસી મહિલાઓ સાથે સાત અજાણ્યા શખ્સોએ સામુહિક બળાત્કાર ગુજાર્યો હતો. આ ઉપરાંત મહિલાઓ પાસે રહેલા 32000 રૂપિયા રોકડા અને 20000ના દાગીના મળી કુલ 52000 રૂપિયાની લૂંટ ચલાવી હતી.

આ મામલે વિરમગામ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે તપાસ હાથ ધરી છે.