અ'વાદ: ગણેશ વિસર્જનને દિવસે મેઘરાજાનો જળાભિષેક

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(શ્રી ગણેશના વિસર્જનની તસવીર)
આણંદમાં 4, પેટલાદમાં ત્રણ ઈંચ વરસાદ
મધ્ય-દ.ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં ધોધમાર વર્ષા
અમદાવાદ: ગણેશ વિસર્જનના દિવસે મેઘરાજા ગણપતિ દાદાને ગુડબાય કહેવા આવ્યા હોય તેમ રાજયના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ તુટી પડયો હતો. જેમાં મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉ.ગુજરાતના અમુક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડયા હતા. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. સોમવારની વહેલી સવારથી જ આકાશમાં કાળા ડીબાંગ વાદળોથી ઘેરાયેલુ રહ્યુ હતું. આણંદમાં સૌથી વધુ ૪ ઇંચ વરસાદ પડયાના અહેવાલ સાપડયા છે.
પેટલાદ-સોજીત્રામાં ૩.પ ઇંચ, તારાપુરમાં ત્રણ ઇંચ, ઉમરેઠ અને આંકલાવમાં પોણા ત્રણ ઇંચ અને ખંભાતમાં એક ઇંચ વરસાદ વરસ્યો હતો. આકાશમાં છવાયેલા કાળાડિંબાગ ઘનઘોર વચ્ચે અવિરત ચાલુ રહેલા વરસાદથી ઠેર-ઠેર પાણી ભરાઇ જવા સાથે નીચાણવાળા વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જા‍ઇ હતી. નડિયાદમાં વરસેલો ચાર ઈંચ, વસો તાલુકામાં ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત અન્ય તાલુકાઓમાં એક ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો.
જેમાં માતરમાં ૬૭, ખેડામાં પ૩, મહેમદાવાદમાં પપ, મહુધામાં ૬૩, કઠલાલમાં ૪૭, કપડવંજમાં ૩૪, વસોમાં ૭૪, ગળતેશ્વરમાં પ૦ અને ઠાસરામાં ૩૦ મીમી મળીને કુલ પ૬૬ મીમી વરસાદ નોંધાયો હતો. વડોદરા, પંચમહાલ, ડભોઇ, નસવાડી, જેતપુર તથા દાહોદ અને છોટા ઉદેપુર અને પંચમહાલના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડયો હતો. આ ઉપરાંત દ.ગુજ.માં સુરત, નવસારી, સાપુતારામાં ભારે વરસાદ તુટી પડયો હતો. જયારે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદના હળવાથી ભારે ઝાપટા પડયા હતા.
5 દિવસમાં હળવાથી ભારે વરસાદ સંભવ આ અંગે વાંચવા આગળ ક્લિક કરો...