ભક્તિમય વાતાવરણ સાથે ગણેશનું વિસર્જન શરૂ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-અમદાવાદમાં કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે ગણેશ વિસર્જન

અમદાવાદ, સુરત, વડોદરા, મુંબઇ અને પુના સહિત સમ્રગ દેશમાં આજે શનિવારે અનંત ચતુર્દશીના રોજ ભક્તો અબીલ ગુલાલની છોળો, ડીજેના તાલ,પોલીસના લોખંડી બંદોબસ્ત તથા ભક્તોના અનેરા ઉત્સાહ વચ્ચે વિઘ્નહર્તા ગણેશજીનું ધામધૂમથી વિસર્જન.

ગણેશજીના સ્થાપન પછી ચૌદ દિવસે વિઘ્નહર્તા વિદાય લધી. લોકોએ ઘરે કે શેરીમાં સ્થાપિત કરેલા ગણેશજીને ભાવુક મને વિદાય આપી. આ વિસર્જન એટલા માટે કરવામાં આવે છે કે આટલા દિવસ માટે ગણેશજીની પાર્થિવમૂર્તિની પૂજા કરવામાં આવી છે.

વાંચો:ભાલચંદ્રની વિદાય ટાંણે ભરૂચ ભાવવિભોર, જુઓ તસવીરો

શાસ્ત્રોમાં નિયમ છે કે પાર્થિવ લિંગ કે મૂર્તિની અમુક દિવસ માટે રાખી શકાય પછી તેનું વિધિવત્ વિસર્જન કરવામાં આવે છે. આ સમયે લોકો આનંદ અને દુઃખની મિશ્રિત લાગણી અનુભવે છે. આનંદ એટલા માટે કે ગણેશજી પોતાના દુખ અને સમસ્યાઓને લઈ અને સુખ-આનંદ આપીને જાય છે. જ્યારે આટલા દિવસ તેની સાથે સંકળાયેલી ભાવનાથી શ્રદ્ધાના ભાવનામય દ્રશ્યો સર્જાતાં જોઈ શકાય છે. ગણપતિને આથી જ લોકદેવતા કહે છે કે વર્ષમાં એકવાર આવીને લોકો વચ્ચે રહીને તેના હાલચાલ પૂછે છે માટે તેને રાજાની જેમ ગણાધિપતિ કહેવામાં આવે છે. આમ તે લોકોના વિઘ્ન દૂર કરે છે.

સુરતમાં વિસર્જન યાત્રા મોડે સુધી ચાલે તેવી શક્યતા

ગણેશ વિસર્જન યાત્રા દર વર્ષ કરતા મોડી શરૂ થઈ હતી. સવારે ૧૦.૩૦ વાગ્યા પછી છુટા છવાયા વિસ્તારોમાંથી ગણેશ પ્રતિમાઓને વિસર્જન માટે લઈ જવાતી હતી. તો બપોરે આકરો તડકો હોઈ વિસર્જન યાત્રા ઓછી નીકળી હતી. જેને લીધે સાંજે ગણેશ વિસર્જન યાત્રા વધુ નીકળે તેમ છે. તેથી મોડી રાત્રિ સુધી યાત્રા ચાલશે તેવી શક્યતાઓ વ્યકત થઈ રહી છે.

અમદાવાદમાં કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે ગણેશ વિસર્જન

શ્રીજીની દસ દિવસ સુધી આરાધના કર્યા બાદ શુક્રવારે ગણેશ વિસર્જનમાં કોઇ અનિચ્છનીય બનાવ બને નહીં તે માટે સાબરમતી નદીના કિનારે બનાવેલ વિસર્જન કુંડ તથા રિવરફ્રંટ પર પોલીસ તૈનાત કરી દેવાઇ છે અને કડક બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે.

ગણેશ વિસર્જન માટે ખાસ એસઆરપીની ૧૭ કંપનીઓ શહેરમાં તૈનાત કરી દેવાઇ છે. આ ઉપરાંત ત્રણ તાલીમાર્થી ડીવાયએસપી, આરપીએફની કંપની, ૨૭૦૦ હોમગાર્ડ, ૧૦ ઘોડેસવાર પોલીસ, તથા પ૦૦ હથિયારધારી પોલીસકર્મીઓને ત્યાં ખડેપગે હાજર રખાયા છે.

(ગણેશ વિસર્જનની તસવીર સુરતની છે)

Related Articles:
Related Articles:

ભાલચંદ્રની વિદાય ટાંણે ભરૂચ ભાવવિભોર, જુઓ તસવીરો
લિંબાયતમાં ગણેશ વિસર્જન યાત્રા વેળાસર સંપન્ન
કડોદ ખાતે શ્રીજીની પ્રતિમાનું મોટી સંખ્યામાં વિસર્જન કરાયું
શું આ રીતે વિસર્જન એ બાપાનું અપમાન ગણાય?
VIDEO: ચમકતી રોશનીમાં પ્રગટ થયાં ગજાનન ગણેશ
ડોન છોટા રાજનના હાઈટેક ગણેશ દર્શન
ધોળકામાં ગણેશ મહોત્સવમાં બરફના શિવલિંગ