• Gujarati News
  • Gambler Openly Moves In City And Other Criminal Jail Under Pasa Law

અચરજ : બુટલેગર-ગેમ્બલર ખુલ્લેઆમ ફરે છે અને બીજા ગુનેગારોને પાસા હેઠળ સજા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- અચરજ : શહેરમાં 1168 બુટલેગર-82 ગેમ્બલર પોલીસ ચોપડે નોંધાયેલા છે
- 2014માં 35 ટકા બુટલેગરો, 65 ટકા અન્ય ગુનેગારોને પાસા

અમદાવાદ : અમદાવાદમાં વર્ષોથી 1168 બુટલેગરો અને 82 જુગાર, સટ્ટો રમાડતા તત્ત્વોનું સામ્રાજ્ય રહેલું છે.દારૂ-જુગારની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા આ 1250 અસામાજિક તત્વો પોલીસને મહિને લાખો રૂપિયાનું ભરણું ચૂકવે છે.જેના કારણે તેઓ બિન્દાસ-બેરોકટોક દારૂ-જુગારનો ધંધો કરી રહ્યા છે.મહત્વની વાત તો એ છે દારૂ-જુગાર જેવી પ્રવૃત્તિ ડામવા માટે પોલીસ આવા તત્વોની પાસા હેઠળ ધરપકડ કરીને અમદાવાદ બહારની જેલમાં મોકલી આપે છે.આવા તત્વોની પાસા હેઠળ ધરપકડ કરવાનો આશય એ જ છે કે આવા તત્વો એક વર્ષ માટે જેલમાં રહે તો એટલો સમય તેમના દ્વારા ચાલતી દારૂ-જુગાર જેવી પ્રવૃત્તિ બંધ રહે.

જો કે અમદાવાદ પોલીસ કમિશનર તરીકે આવ્યા બાદ શિવાનંદ ઝાએ 2014 ના વર્ષમાં 1202 અસામાજિક તત્વોની પાસા હેઠળ ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યા હતા. જો કે આ આંકડાએ છેલ્લા 29 વર્ષનો પાસાનો રેકોર્ડ બ્રેક કરી દીધો તેટલો વધારે છે. પરંતુ પાસા હેઠળ ધરપકડ થયેલા ગુનેગારોની વિગતો જોઇએ તો બુટલેગરો અને ગેમ્બલરો કરતા ચોરી,લૂંટ કરનારા ગુનેગારો,કસાઇઓ તેમજ હથિયારોની હેરાફેરી કરતા તત્વોની સંખ્યા વધારે છે.

2014 માં શિવાનંદ ઝાએ 1202 અસામાજિક તત્વોની પાસા હેઠળ ધરપકડ કરી હતી જેમાં ફક્ત 427(35 ટકા) જ બુટલેગરો છે,જ્યારે બાકીના 775(65 ટકા)બીજા ગુનેગારો છે.જ્યારે તેની સરખામણીમાં 2013 માં કુલ 939 અસામાજિક તત્વોની પાસા હેઠળ ધરપકડ કરવામાં આવી હતી,જેમાં 556(60 થી 65 ટકા) બુટલેગરો હતા જ્યારે 383(35 થી 40 ટકા) જ અન્ય ગુનેગારો હતા.જો કે પોલીસ કમિશનર ઝાએ અન્ય ગુનેગારો ઉપર બ્રેક લગાડવા પાસાના હથિયારનો ઉપયોગ કર્યો હોવાના મુદ્દે જ હાઈકોર્ટે નારાજગી સાથે તેમનો ઊઘડો લીધો હતો.