ગુજરાતનો વિકાસ ગ્રોથરેટ ઓરિસ્સા અને બિહાર કરતા પણ નીચો છે
ગુજરાતની પ્રગતિ અને વિકાસ માટે અખબારોમાં અને સરકાર દ્વારા ખોટા આંકડા રજુ કરી ખોટો પ્રચાર કરવામાં આવે છે. આજે રાજ્યમાં કુશાસનની સ્થિતિ છે તેથી અહીં શાસન પરિવર્તન ખૂબ જ જરૂરી છે તેમ જણાવતા મુંબઈના પૂર્વ ડેપ્યુટી કમિશનર જી. આર. ખૈરનારે જણાવ્યું કે, આજે રાજ્ય સરકાર દ્વારા વિકાસના ખોટા આંકડા રજુ કરવામાં આવે છે. રાજ્યનો વિકાસ ગ્રોથરેટ ઓરિસ્સા અને બિહાર કરતા પણ નીચો છે.
ગુજરાતમાં લોકજાગૃતિના ઉદ્દેશ્ય સાથે અહીં આવેલા ખૈરનારે આ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું કે, સારા પ્રાંતની ગુજરાતની છાપ હતી તે છેલ્લા કેટલાક સમયથી સતત ભૂંસાઈ રહી છે.
અણ્ણા અને કેજરીવાલ ઢોંગી અને પાખંડી છે
અણ્ણા હજારે અને અરવિંદ કેજરીવાલ ઢોંગી અને પાખંડી છે અને તેઓ પોતાના નિહિત સ્વાર્થ માટે કામ કરી રહ્યા હોવાનું જણાવી ખૈરનારે ઉમેર્યું હતું કે, અણ્ણાને ભ્રષ્ટાચાર શું છે તેના વિશે ખબર નથી. જ્યારે કેજરીવાલે તો પોતાની ઇન્કમટેક્સની ડ્યુટી પણ ઇમાનદારીથી નિભાવી નથી તો તે દેશ સાથે કઈ રીતે ઇમાનદારી નિભાવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.