• Gujarati News
  • Funeral Ceremony Of Death Body By Mithalal Ahmedabad

લાવારીસ લાશોને મીઠાલાલની કાંધનો સહારો, સ્વખર્ચે કરે છે અંતિમ સંસ્કાર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(મીઠાલાલ)
- ફૂટપાથ પર રહેતા અને સિંગ-ચણા વેચી પેટિયું રળતા 81 વર્ષના વૃદ્ધ સ્વખર્ચે અંતિમ સંસ્કાર કરે છે
- પોલીસ પણ બિનવારસી મૃતદેહ મળે એટલે મીઠાલાલને બોલાવે છે

અમદાવાદ : માણસ જીવતો હોય ત્યાં સુધી સૌને સારો લાગતો હોય છે. પરંતું મર્યા બાદ તેની દુર્ગંધ મારતી લાશને જોઈ સૌ દૂર ભાગતા હોય છે. ત્યારે આવી દુર્ગંધ મારતી લાશોને કાંધ આપી તેનો અગ્નિસંસ્કાર કરવાનું પુણ્યશાળી કામ કરતા 8 વર્ષીય મીઠાલાલ આજે સમાજ માટે માણસાઈનું ઉત્તમ ઉદાહરણ બન્યા છે. છેલ્લા 66 વર્ષોથી મીઠાલાલ શહેરમાંથી મળી આવતી લાવારીસ લાશો તેમજ સાબરમતી નદીમાંથી આપઘાત કરેલી લાશોને કાંધ આપી તેના ધર્મ મુજબ તેના અગ્નિસંસ્કાર કરી મૃતક વ્યક્તિને મોક્ષ આપે છે. હવે તો શહેર પોલીસ પણ લાવારીસ લાશોના અંતિમસંસ્કાર કરાવવા મીઠાલાલને જ બોલાવે છે.
- 15 વર્ષની વયે પ્રથમવાર હાથલારીમાં મૃતદેહ મૂકી સ્મશાન લઈ ગયો હતો

હું મારા માતા-પિતા સાથે મણિનગર રહેતો હતો. મારી ઉંમર 15 વર્ષની હતી, ત્યારે હું એકવાર મણિનગર રેલવે સ્ટેશન ખાતે ગયો હતો. ત્યાં રેલવે ટ્રેક પાસે વ્યક્તિએ આપઘાત કરી લેતા તેની લાશ ટ્રેક પાસે જ પડી હતી. તેને કોઈ ઉઠાવવા તૈયાર ન હતું. એક હાથલારીમાં લાશને મુકાવી તેને સ્મશાને લઈ ગયો હતો.
આગળ વાંચો છેલ્લાં 66 વર્ષોમાં 2 000 મૃતદેહોના અંતિમસંસ્કાર કર્યા છે