હમશકલ વ્યક્તિના પાસપોર્ટ પર ભારત આવતા ચાર ઝબ્બે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- નકલી ઇમિગ્રેશનના સ્ટેમ્પના કારણે અમદાવાદ એરપોર્ટ પર બે ઝડપાયા અમદાવાદ એરપોર્ટ પર એક દંપતી અમેરિકાથી હમશકલ પાસપોર્ટ પર આવતા ઇમિગ્રેશન અધિકારીના હાથે ઝડપાઇ ગયું હતું,જ્યારે બીજા કિસ્સામાં બે પિત્રાઇ ભાઇઓએ યુકેથી ભારત આવવા માટે પાસપોર્ટ પર મુંબઇ એરપોર્ટના નકલી સિક્કા લગાવ્યા હોવાની જાણ ઇમિગ્રેશન અધિકારીને થતાં બંને પિત્રાઇ ભાઇઓને ઇમિગ્રેશન અધિકારીએ અટકાયત કરી લીધી હતી.એક દંપતી અને બે પિત્રાઇ ભાઇઓ મળી કુલ ચાર વ્યક્તિઓ ગેરકાયદેસર ભારતમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરતા ઝડપાઇ ગયા હતા.હાલ ચારેયની સામે ગુનો નોંધી સરદારનગર પોલીસ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રથમ બનાવમાં પરસોતમાભાઇ હીરાણી અને તેમનો પિત્રાઇ ભાઇ મૂળજી હીરાણી કચ્છના બંને ભાઇઓ યુકે ગયા હતા.ત્યાંથી તેઓને ભારત આવવું હતું પણ તેમની પાસે પૂરતા કાગળો ન હોવાથી તેમણે તેમના પાસપોર્ટમાં નકલી ઇમિગ્રેશન સ્ટેમ્પ લગાવી અમદાવાદ એરપોર્ટ પર પહોંચી ગયા હતા.પરંતુ ઇમિગ્રેશન ઓફિસર જી.એચ. ખાનને આ બંને ભાઇઓ પર શંકા જતા તેમને રોકી તપાસ કરતા નકલી ઇમિગ્રેશનના સ્ટેમ્પ જણાતા બંનેને સરાદરનગર પોલીસને સોંપી દીધા હતા. બીજા અન્ય એક બનાવમાં ઘનશ્યામભાઇ પટેલ અને તેમની પત્ની ભગવતીબહેન પટેલ(બંને રહે,મોઢેરા) અમેરિકા ગયાં હતાં પરંતુ તેમની પાસે ભારત આવવા માટે પૂરા કાગળો ન હતા તેથી બંનેએ હમશકલ વ્યક્તિના પાસપોર્ટ પર ચેડાં કરીને બંને પતિ-પત્ની ગુરુવારે રાતે અમદાવાદ એરપોર્ટ પર પહોંચી ગયા હતા.જ્યાં ઇમિગ્રેશન ઓફિસરે ઝડપી લીધા હતા.