- ૨૦૧૪માં સાણંદ ખાતેનો પ્લાન્ટ કાર્યરત થઈ જશે
- ૨૦૨૦ સુધીમાં ભારત ત્રીજા ક્રમનું સૌથી મોટું માર્કેટ બનશે
ફોર્ડ ઇન્ડિયાનો ગુજરાતમાં સાણંદ ખાતેનો પ્લાન્ટ ૨૦૧૪માં સ્થપાઇ જશે. સાણંદ પ્લાન્ટને ઝડપભેર કાર્યરત કરવા માટે આશરે ૪૦૦૦ લોકો કામ કરી રહ્યા હોવાનું કંપનીના પ્રેસિડેન્ટ અને એમડી જોગિન્દરસિંઘે જણાવ્યું હતું. સાણંદ પ્લાન્ટમાં એક અબજ ડોલર સહિત કંપનીનું દેશમાં કુલ મૂડીરોકાણ આશરે ૨ અબજ ડોલરે પહોંચી જશે.
છઠ્ઠી વાઇબ્રન્ટ ગુજરાત સમિટની પાર્ટનર કંપની તરીકે ભાગ લઇ રહેલી ફોર્ડ ઇન્ડિયાએ ગુરુવારે જણાવ્યું કે, ૨૦૨૦ સુધીમાં ચીન અને અમેરીકા પછી ભારત ત્રીજા ક્રમાંકનું સૌથી મોટું માર્કેટ બની રહેશે. કંપની આગામી પાંચ વર્ષમાં આઠ નવા મોડલ ભારતમાં જ લોન્ચ કરી રહી છે.
તે ઉપરાંત ડિલર્સની સંખ્યા પણ ૧૨પથી બમણી કરી ૨પ૦ની કરી રહી છે. એટલુંજ નહિ કંપની નાના શહેરોમાં પણ ગ્રાહકોને આકર્ષવા માટે ડિલર્સ નેટવર્ક વિસ્તારશે.
જોકે સરકાર દ્વારા ડીઝલ વાહનો ઉપર ટેક્સ વધારવાની હિલચાલ દેશના ઓટો ઉદ્યોગ ઉપર નકારાત્મક અસર ઉભી કરશે તેવી ચેતવણી પણ સિંઘે ઉચ્ચારી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.