• Gujarati News
  • Foodcourt, Cityplaza Will Make Under Four Overbridge

૪ ઓવરબ્રિજની નીચેની જગ્યામાં ફૂડકોર્ટ, સિટિઝન પ્લાઝા બનાવાશે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ઠક્કરનગર, સોનીની ચાલ, જીવરાજ મહેતા બ્રિજ, શાહીબાગ ઓવરબ્રિજ નીચેની જગ્યાનો ૧૧ કરોડના ખર્ચે વિકાસ કરાશે

શહેરના જુદા જુદા વિસ્તારમાં બનાવાયેલા ફલાય ઓવરબ્રિજ તથા રેલવે ઓવરબ્રિજની નીચેની જગ્યાઓમાં ૧૧.૪૭ કરોડ રૂપિયાના ખર્ચે ફૂડર્કોટ, કોમ્યુનિટી સેન્ટર, પાકિંર્‍ગ અને સિનિયર સિટિઝન પાર્ક જેવી સુવિધા ડેવલપ કરાશે.

શહેરમાં આવેલા ઓવરબ્રિજ નીચેની જગ્યાનો નાગરિકસુવિધાના કામો માટે યોગ્ય રીતે ઉપયોગ થઇ શકે તે માટે આ જગ્યાનું પ્લાનિંગ કરી ડેવલપ કરવાનો નિર્ણય લેવાયો હતો. હાલના તબક્કે જીવરાજ મહેતા, શાહીબાગ, સોનીની ચાલ તેમજ ઠક્કરબાપાનગર ઓવરબ્રિજ નીચેની જગ્યાનો કોઇ ઉપયોગ થતો નથી અને લોકો કચરો ઠાલવી જતાં ગંદકી ફેલાઇ રહી છે.

આથી મ્યુનિ.તંત્ર દ્વારા પૂર્વ વિસ્તારમાં સોનીની ચાલ તથા ઠક્કરબાપાનગર ફલાય ઓવરની નીચેની જગ્યા ડેવલપ કરવામાં આવે તો બીઆરટીએસની સુંદરતામાં વધારો થાય તેવો દાવો કરાયો છે. આ ચાર બ્રિજ નીચેની જગ્યા ડેવલપ કરવા માટે કન્સલ્ટન્ટની નિમણૂક કરી દેવાઇ છે, તેણે કરેલાં સ્થળ સર્વે અનુસાર, જીવરાજબ્રિજ નીચે ૨૧૯૬૦ ચો.મી, શાહીબાગ ઓવરબ્રિજ નીચે ૧૩૯૨૦ ચો.મી, સોનીની ચાલ ઓવરબ્રિજ નીચે ૧૧૭૯૦ ચો.મી તથા ઠક્કરબાપાનગર ઓવરબ્રિજ નીચે ૧૬૦૪પ ચો.મી એરિયા ડેવલપ કરાશે.

આ ઓવરબ્રિજમાં છેવાડાની જગ્યા જયાં ઓછી હાઇટ હોવાથી તેનો બીજો કોઇ ઉપયોગ થઇ શકે તેમ નથી, પરંતુ જો આ જગ્યા ખુલ્લી રખાય તો ત્યાં કચરો-ગંદકી થાય તેમ હોવાથી દીવાલ બનાવી બંધ કરી દેવાશે.

ઓવરબ્રિજ નીચે શું બનશે :

ફૂડર્કોટ પ્લાઝા, કોમ્યુનિટી સેન્ટર, સીટિંગ પ્લાઝા, લેન્ડ સ્કેપીંગ, જીમ્નેશિયમ, સિટિઝન પ્લાઝા, વેન્ડર પ્લેટફોર્મ, ટુ વ્હીલર-કાર પાકિગ, સાઇડ વોક, ચિલ્ડ્રન પ્લે એરિયા, પબ્લિક ટોયલેટ.

મ્યુનિ.ડેન્ટલ કોલેજમાં ટેન્ડર કાર્યવાહીથી પ કરોડ વધુ ખર્ચાશે :

ખોખરા મહેમદાવાદ ર્વોડમાં મ્યુનિ.એ બનાવેલી ડેન્ટલ કોલેજમાં હોસ્ટેલના એકસ્ટેન્શન તથા સ્ટાફ કવાર્ટર્સ બનાવવા ૧પ.૨૬ કરોડનો અંદાજ તૈયાર કરી ટેન્ડર બહાર પાડયા હતા, તેમાં પ્રથમ ટેન્ડરનું શું થયું તેની કોઇ વિગતો મળતી નથી જયારે બીજી વાર મંગાવાયેલા ટેન્ડરમાં એક કોન્ટ્રાકટરે ૧૮.૨૮ કરોડનુ ટેન્ડર ભર્યું હતું. આ કોન્ટ્રાકટરે ભાવઘટાડા માટે ઇન્કાર કરતાં મ્યુનિ.તંત્રએ તેને કામ આપવાને બદલે ત્રીજી વાર ટેન્ડર બહાર પાડી દીધું હતું. ત્રીજા ટેન્ડર માટે મ્યુનિ.નો જ અંદાજ વધીને ૧૬.૮૧ કરોડ કરી દેવાયો હતો. જેમાં ચાર કોન્ટ્રાકટર પૈકી ફસ્ર્ટ લોએસ્ટ કોન્ટ્રાકટરે ૧૮.૪૪ કરોડનો ભાવ ભર્યો હતો. તેને ભાવઘટાડા માટે જણાવાતા તેણે ફકત ૧૮ લાખનો ઘટાડો કરી આપતાં તેનું ટેન્ડર મંજૂર કરાયું હતું. તદઉપરાંત માનીતા કોન્ટ્રાકટરને સ્ટીલ સિમેન્ટનો ભાવતફાવત ચૂકવવા માટે ૯૦ લાખની જોગવાઇ કરાઈ છે અને નવા ટેન્ડરના આધારે ૨૩.પ૨ કરોડના રિવાઇઝ અંદાજને પણ મંજૂર કરાયો છે.

એજન્ડા ઉપરથી મંજૂર થઇને આવે છે :

રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીએ તો શહેરીજનોના પરસેવાના નાણાં જે રીતે વધારે ખર્ચાઇ રહ્યા છે તેની ઉપર ચર્ચાવિચારણા કે કોઇ પ્રશ્ન પૂછવાને બદલે દરખાસ્ત મંજૂર કરી દીધી છે, પરંતુ કેટલાક સભ્યોએ આ કામ સામે નારાજગી વ્યકત કરતાં કહ્યું કે એક તો મ્યુનિ.ના નાણાં ખર્ચાય તો તેનો હિ‌સાબકિતાબ મ્યુનિ. સમક્ષ રજૂ થતો નથી અને અધિકારીઓના વાંકે વધારે રૂપિયા ખર્ચાઇ જાય તો પણ અમે કશું કહી શકતા નથી, કારણ કે એજન્ડા ઉપર મંજૂર થઇને આવે છે.