છેતરપિંડી: લોન શુકન ગ્રૂપે લીધી ને ફસાયા તેના ફ્લેટધારકો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
-બેંકોએ કરોડોની રિકવરી કાઢતાં ફ્લેટધારકો મુશ્કેલીમાં
-શુકન સ્માઈલ, શુકન ગોલ્ડ સહિ‌તની સ્કીમમાં પડનારા ફસાયા

ઘરના ઘર માટે જીવન ભરની મૂડી ખર્ચી નાખી હોય, બેંકમાંથી હોમ લોનના હપતા ચાલતા હોય અને અચાનક ખબર પડે કે આ જમીન પર તો કોઈ બેંકનો બોજો છે અને સોસાયટીએ કરોડો રૂપિયા ભરવાના થાય છે તો પગતળેથી ધરતી જ સરકી જાય. અત્યારે અમદાવાદમાં શુકન ગ્રુપ દ્વારા ઠેર ઠેર શુકન સ્માઈલ સિટી, શુકન ગોલ્ડ અને શુકન સ્કાય જેવી બનાવાયેલી સ્કીમોમાં ૧૨૦૦ જેટલાં ફલેટ ધારકોની આવી જ હાલત થઈ છે જેમને વિવિધ બેંકોની અચાનક ઉઘરાણીની નોટિસો આવી છે.
રાણીપમાં ૬૦૦ ફલેટસની શુકન સ્માઈલ સિટી અને અન્ય એકાદ સ્કીમની જમીન પર શુકન ગ્રુપે કોટક મહિ‌ન્દ્રા બેંક પાસેથી ૪પ કરોડની પ્રોજેકટ લોન લીધી હતી. હવે આ ૬૦૦ ફલેટની સ્કીમના કેટલાક મકાન ધારકોને કોટક મહિ‌ન્દ્રા બેંકમાંથી નોટિસો મળી છે કે તેઓએ ફલેટની રકમના નાણાં સીધા જ બેંકમાં શુકન કોર્પોરેશન પ્રાઈવેટ લિમિટેડના ખાતામાં જમા કરાવવાના છે. હવે આ પ્રોજેક્ટ પર બેંકનો બોજો હતો તો બિલ્ડર ફલેટનું પેમેન્ટ લઈને બેસી ગયો ત્યાં સુધી બેંક કેમ ઊંઘતી રહી? જવાબમાં આ લોન પાસ કરનાર બેંકના અધિકારી તેજસ ઘડિયાળીએ 'દિવ્ય ભાસ્કર’ને જણાવ્યું કે 'આ મેટર સબજ્યૂડિશિયલ છે, હું વાત કરવા માટે અધિકૃત નથી, બેંકના નોડલ ઓફિસર ફોન કરશે.’
આ અંગે વધુ વાંચવા તસવીર પર ક્લિક કરો...