તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અ’વાદમાં લાખોના દાગીના લૂંટવાના ઇરાદે સોની પર બે રાઉન્ડ ગોળીબાર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

થેલામાં ટિફિન અને દુકાનની ચાવી સિવાય બીજું કશું નહોતું

સોલા ઓવરબ્રિજ નીચેના સર્વિસ રોડ પરથી શુક્રવારે મોડી રાતે સ્કૂટર પર પસાર થઇ રહેલા સોની પાસેનો થેલો લૂંટવાના ઇરાદે બે બાઈકસવાર બે રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. જોકે વેપારીને કોઈ ઈજા થઈ નહોતી.

ગોળીબાર કરતા પહેલાં લૂંટારુંઓએ થેલો લૂંટી લીધો હતો, પરંતુ થેલામાં દુકાનની ચાવીઓ અને ટિફિન સિવાય બીજું કશું ન હતું. રાણીપ બલોલનગરની શ્રીજી સોસાયટી-૧ માં રહેતા અને સાયન્સ સિટી રોડ પર સોના ચાંદીના દાગીનાનો શો રૂમ ધરાવતાં પ્રકાશ પટેલ શુક્રવારે રાતે ૧૦.૩૦ વાગ્યે ખભે થેલો લટકાવીને ઈટર્નો લઇને ઘરે જવા નીકળ્યા હતા. તેઓ સોલા ઓવરબ્રિજ નીચેના સર્વિસ રોડ પરથી પસાર થઇ રહ્યા હતા ત્યારે બે બાઈકસવારે તેમનો થેલો ખેંચવા પ્રયાસ કર્યો હતો.

જોકે પ્રકાશ પટેલે થેલો પકડી રાખતા બાઈક પાછળ બેઠેલા એક લૂંટારુંએ તેમની પર બે રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. જોકે ગોળી તેમના ઈટર્નોના સાઈડના કાચ પર વાગીને આરપાર નીકળી ગઇ હતી. દરમિયાન પ્રકાશભાઇ રોડ પર પટકાતાં લૂંટારુંઓ થેલો લૂંટી નાસી છૂટયા હતા.

રેકી કરી હોવાની આશંકા
બાઈકસવાર લૂંટારુંઓએ જે રીતે લૂંટના ઇરાદે વેપારી પર ગોળીબાર કર્યો હતો તે જોતા લૂંટારુંઓએ તેમની રેકી કરી હોવાની શંકા પોલીસે વ્યક્ત કરી છે.

સીસી ટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસ શરૂ કરી
સોલા બ્રિજ નીચે જ્યાં સોની પર ગોળીબાર થયો હતો ત્યાં આવેલી દુકાનો અને શો રૂમમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે પોલીસે લૂંટારુંઓની શોધખોળ શરૂ કરી દીધી છે.