બે કરોડની જમીનની દલાલી મુદ્દે થયો ડખો, ડઝનેક ઘાયલ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દલાલી ન મળતા અમદાવાદમાં થયેલી જૂથ અથડામણ એક ક્ષણે ભારે હિંસક બની

ગાંધીનગર પાસેના કોલવાડા ગામની બે કરોડની જમીનના મુદ્દે ચાલી રહેલી તકરારમાં પાલડી ફતેપુરાના બે રહીશો પર જુહાપુરાના દસેક યુવકોએ હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. જો કે ત્યારે જ ત્યાં દોડી આવેલા ટોળાએ જુહાપુરાના ઉબેદ મોમીન સહિ‌ત તેના સાગરીતોને ફટકારતાં તેમને પણ હોસ્પિટલમાં ભરતી કરાયા હતા. આમ આ અથડામણમાં ડઝન જેટલા લોકો ઘવાયા હતા.

પાલડીના ફતેપુરામાં રહેતા વીરેન્દ્રસિંહ કિશનસિંહ મકવાણા ઉર્ફે બકાભાઈના મિત્ર અર્પણ શાહની ગાંધીનગરના કોલવડા પાસેની રૂ. બે કરોડની જમીન છ એક મહિ‌ના પહેલાં વેચાઈ હતી, જેમાં દલાલી લેવાના મુદ્દે વિરેન્દ્ર અને જુહાપુરાના ઉબેદુલ્લા મોમીન વચ્ચે તકરાર થઈ હતી.

સોમવારે સાંજે વીરેન્દ્ર પોતાના મિત્ર પ્રકાશ નાયડુ સાથે ફતેપુરા ચોકી પાસે બેઠો હતો ત્યારે ઉબેદુલ્લ્લા સાગરીત અમીદ દુકા સહિ‌ત ૧૦ના ટોળા સાથે ત્યાં પહોંચી ગયો હતો અને પૈસાની ઉઘરાણી કરી હતી. બાદમાં ઝઘડો થતાં તેણે વીરેન્દ્ર તથા પ્રકાશ નાયડુ પર છરાના ઘા ઝીંકી દેતાં બંને ગંભીર રીતે ઘવાયા હતા. આ સમયે આવેલા ટોળાએ ઉબેદુલ્લા અને અમીદ સહિ‌ત તેમના સાગરીતોને ફટકાર્યા હતા. ઘટનાની જાણ થતાં એલિસબ્રિજ પીઆઈ બી.કે. પુરોહિ‌ત તથા પી.એલ. પરમાર તથા એસીપી પી.સી. જોષી ઘટનાસ્થળે ધસી ગયા હતા અને મામલો થાળે પાડયો હતો.

Related Articles:

ધમડકામાં ગૌચર જમીનના મુદ્દે બે જુથ વચ્ચે સશસ્ત્ર અથડામણ
વરઘોડામાં વાજિંત્રો વગાડવા મુદ્દે જુથ અથડામણ : ૨૦ ની ધરપકડ
મંજૂરી હોવા છતાં વિદ્યાર્થી સેનાના બેનર ઉખેડી નખાતાં ડખ્ખો
ગોંડલમાં સીદી બાદશાહના બે જૂથ વચ્ચે થયો ડખ્ખો: તોડફોડ
બે જેલમાં ડખ્ખો કરતા જામનગર ખસેડાયેલા કેદીનો આપઘાત