તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ કલાકની બેઠક બાદ HBKમાં ૩૦૦નો ફી ઘટાડો જાહેર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

એચબી કાપડિયા સ્કૂલમાં પાંચ કલાકની મેરેથોન મીટિંગ બાદ ફી વધારાના મુદ્દે સમાધાન થયું હતું. સ્કૂલના ટ્રસ્ટીએ ફી વધારામાં વધુ રૂ. ૩૦૦નો ઘટાડો કરી માત્ર રૂ. ૭૬૦નો ફી વધારો કરતા વાલીઓએ તેને મંજૂર રાખ્યો હતો. આ ઉપરાંત વાલીઓની અન્ય માગણીઓને ટ્રસ્ટીએ સ્વીકારી લેતા સમગ્ર પ્રકરણ પર પૂર્ણ વિરામ મુકાયું છે.

ફી વધારાના વિરોધમાં છેલ્લા પાંચ દિવસથી વાલીઓ લડત ચલાવી રહ્યા હતા. સોમવારે ફી વધારાના મુદ્દે અંતિમ બેઠક કરવા માટે ૧૧ વાગ્યે ટ્રસ્ટીએ સમય આપતા વાલીઓ મીટિંગ માટે પહોંચી ગયા હતા. સવારે વાલીઓની ભીડ એકઠી થતાં સ્કૂલમાં પોલીસ અને બાઉન્સરોની ફોજ ખડકી દેવાઈ હતી. ૧૧ વાગ્યે વાલીઓમાંથી તેમનું પ્રતિનિધિ મંડળ અંદર બેઠક માટે ગયું હતું. જેમાં વાલીઓની માગણી ફી વધારો સંપૂર્ણ રીતે પરત ખેંચી લેવાની હતી. જ્યારે ટ્રસ્ટી છેલ્લે નક્કી કરેલા રૂ. ૧૦૬૦ના ફી વધારાને વળગી રહ્યા હતા. જેથી પ્રારંભિક બેઠકમાં આ મુદ્દે કોઈ ઉકેલ આવ્યો ન હતો.
આ અંગે વધુ વાંચવા માટે તસવીર પર ક્લિક કરોઃ