નસીબની બલિહારી: પિતાને 45 રૂપિયા ઉધાર લેવા પડ્યા'તા, પુત્ર અઢી કરોડનો પગારદાર

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

૪પ ઉધાર લેનાર કોન્સ્ટેબલ પિતાનો પુત્ર અઢી કરોડનો પગારદાર
રૂપિયાની તકલીફને લીધે કોઈ વિદ્યાર્થીએ ભણતર છોડવું ન પડે એ માટે મદદ કરવા પિતાનો નિર્ધાર


એસએસસી પરીક્ષાની ૪પ રૂપિયાની ફી ચૂકવવાનાં એક સમયે જેને સાંસાં હતાં એ વ્યક્તિએ મિત્ર પાસેથી ફીની આ રકમ લઇને પોતે ભણી ગણીને પગભર થઇ પોતાના પુત્રને ડોક્ટર બનાવ્યો, જે આજે અમેરિકામાં સ્થાયી થઇને વર્ષે અઢી કરોડ રૂપિયાનો પગારદાર બન્યો છે.પુત્રની આ પ્રગતિ થકી ખુદના જીવનની સાર્થકતા અનુભવી રહેલા આ પિતાએ આજે એવો નિર્ધાર કર્યો છે કે રૂપિયાને કારણ કોઇ વિદ્યાર્થીએ ભણતર છોડવું ન પડે એ માટે હું એને શક્ય મદદ કરીશ.

પેટે પાટા બાંધીને પુત્રને ડોક્ટર બનાવનારા પિતા તરસનજી ઠાકોર હમણાં સુધી આસિ. પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા હતા. અમદાવાદના નારણપુરા પોલીસ સ્ટેશનમાંથી તેમણે તાજેતરમાં સ્વૈચ્છિક નિવૃત્તિ લઇને ભણતર માટે ભામાશા બનવાનો નિર્ણય લીધો છે.

તસવીરો: કેતન દવે
વધુ વાંચવા માટે તસવીરો પર ક્લિક કરો: