• Gujarati News
  • Election Campaign Closed 30 April Election Latest News

મોદીની છ સભાઓ સાથે ગુજરાતમાં ચૂંટણી પડધમ શાંત, 30મીએ મતદાન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
30મી એપ્રિલે સાતમા તબક્કાનું મતદાન
છેલ્લી ઘડીના પ્રચારમાં ઉમેદવારોનું એડીચોટીનું જોર
આજે મોદીની છ છ સભાઓ પછી ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે પ્રચારના પડઘમ શાંત થઈ ગયા છે. ચૂંટણી પંચની સૂચના મુજબ હવે કોઇપણ પ્રકારની સભા, સરઘસ, રેલી કે લાઉડ સ્પીકર દ્વારા પ્રચાર કરી શકાશે નહીં.
લોકસભા ચૂંટણી આડે હવે માત્ર બે દિવસ બાકી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો દ્વારા મતદારોને પોતાની તરફ વાળવા જોરશોરથી પ્રચાર કરવામાં આવ્યો હતો. છેલ્લા દિવસોમાં જાહેર સભાની સંખ્યા પણ વધી ગઇ હતી. બંને મુખ્ય પક્ષો દ્વારા છેલ્લા અઠવાડિયામાં પોતાના રાષ્ટ્રીય નેતા સહિતના સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતાર્યા હતા અને મતદારોને રિઝવવાના તમામ પ્રયાસો કર્યા હતા. આજે કપિલ સિબ્બલ અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી, જ્યારે વડોદરામાં રાજ બબ્બર, અભિનેત્રી નગ્મા અને મધુસૂદન મિસ્ત્રીએ પત્રકાર પરિષદ સંબોધી હતી. જ્યારે ભાજપે વડોદરામાં ભવ્ય રેલી કાઢી હતી.
આગળ વાંચોઃ ઉમેદવારો હવે ખાનગીમાં વ્યકિતગત પ્રચાર કરી મતદારોને રિઝવવા પ્રયાસ કરશે