• Gujarati News
  • Education Medium Will Decided By Parents In Ahmedabad

અ’વાદનો નવતર પ્રયોગઃ ભણતરની ભાષા વાલીઓ કરશે નક્કી!

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ મ્યુનિ.સ્કુલ બોર્ડનો ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો માટે નવો પ્રયોગ
નવી મ્યુનિ. સ્કૂલોનું મીડિયમ અંગ્રેજી રહેશે કે ગુજરાતી તે વાલીઓ નક્કી કરશે
વટવા ર્વોડમાં મ્યુનિ. એક નવી શાળા બાંધશે, તે પહેલાં વાલીઓને પુછીને મીડિયમ નક્કી કરશે


અમદાવાદ મ્યુનિ.સ્કુલ બોર્ડ દ્વારા ગરીબ અને મધ્યમવર્ગના બાળકોને ગુણવત્તાસભર અને ફરજિયાત શિક્ષણ મળે તે માટે ૨૦૧૩-૧૪ના વર્ષને 'પરિવર્તન વર્ષ’ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે અમદાવાદ શહેરની હદમાં ઉમેરાયેલા નવા પ‌શ્ચિ‌મ વિસ્તારો અને નવા પૂર્વ વિસ્તારોમાં ૧૦થી વધુ નવી સ્કુલો બાંધવાનું આયોજન કરવામાં આવ્યું છે પણ આ વખતે અમદાવાદ મ્યુનિ.સ્કુલ બોર્ડ દ્વારા એક નવા પ્રકારની પહેલ કરાઇ છે જેમાં ખાસ નવા વિસ્તારમાં ખુલતી નવી મ્યુનિ.શાળામાં કયા માધ્યમમાં શિક્ષણ આપવું તે સ્કુલ બોર્ડ નહીં પણ વાલીઓ નક્કી કરશે.

૨૦૦૯ની સાલમાં કેન્દ્ર સરકાર દેશના દરેક ૬થી ૧૪ વર્ષના બાળકોને ફરજિયાત અને ગુણવત્તાસભર શિક્ષણ મળે તે માટે 'રાઇટ ટુ એજ્યુકેશન’ એક્ટ અમલમાં લાવી હતી. આ અનુસાર દરેક ૬થી ૧૪ વર્ષના બાળકને ગુણવત્તાસભર અને ફરજિયાત શિક્ષણ મળે તે જવાબદારી રાજ્ય સરકારોની નક્કી કરાઇ હતી.
આ અંગે વધુ વાંચવા માટે તસવીર પર ક્લિક કરોઃ