મેગાસિટીમાં પીવાનાં પાણીની તંગી, લોકોએ માટલા ફોડી-પૂતળું બાળ્યું

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હાલ કાળઝાળ ગરમીમાં અમદાવાદના અનેક વિસ્તારોમાં પીવાના પાણીની તંગીનો સામનો અનેક લોકો કરી રહ્યા છે. હવે અમદાવાદમાં પણ પાણીના ટેન્કરો દેખાવા લાગ્યા છે. નારોલ સરખેજ હાઇવ પર રાણીપુર ગામમાં છેલ્લા આઠથી દસ વર્ષથી મ્યુનિ. દ્વારા પીવાનું પાણી અપાતું નથી. પ્રાઇવેટ બોરના પાણી પણ ઉનાળાના કારણે મુશ્કેલ બન્યાં છે. કોંગી કાર્યકરો તથા લોકોએ માટલા ફોડી-પૂતળું બાળીને રોષ વ્યક્ત કર્યો હતો.

તસવીરઃ વિજય જવેરી