અ’વાદમાં ચમત્કારઃ પ ગણા મોટાં થયેલાં હૃદયની પ્લાસ્ટિક સર્જરી કરાઈ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કિડનીની જેમ હૃદય પ્રત્યારોપણ દાતાની ઉપલબ્ધતાને કારણે વ્યાપક બન્યું નથી. ત્યારે શહેરની એક ખાનગી હોસ્પિટલનાં હાર્ટ સર્જને હાર્ટ ફેલ્યોરનાં લક્ષણો ધરાવતાં મૂળ તજાકિસ્તાનનાં ૬૬ વર્ષીય દર્દીનાં પ ગણાં મોટા થયેલા હૃદયની બાયપાસ અને હૃદય નાનું કરવાની પ્લાસ્ટિક સર્જરીનું (એચવીઆર) પાંચ કલાકનું ઓપરેશન કરીને નવ દિવસની સારવાર બાદ નવજીવન આપ્યું છે.

સીમ્સ હોસ્પિટલનાં કાર્ડિયાક વિભાગનાં વડા-ચીફ કાર્ડિયાક સર્જન ડો. ધીરેન શાહે જણાવ્યું હતું કે, બે લાખે એક વ્યકિતમાં અને મારી સર્જન તરીકેની કારર્કિદીમાં બીજો કિસ્સો છે, જેમાં દર્દીની હૃદયની સાઇઝ પાંચ ગણી હતી. તેમજ હૃદય ફુગ્ગાની જેમ ફૂલી ગયું હતું, અને હૃદયનાં પમ્પિંગની ક્ષમતા ૬૦ ટકાથી ઘટીને માત્ર ૧૦ ટકા થઇ ગઇ હતી. જેથી પાંચ કલાકનું ઓપરેશન હાથ ધરીને પહેલાં હૃદયની બાયપાસ સર્જરી કર્યા બાદ પ્લાસ્ટિક સર્જરી (સર્જિકલ વેન્ટ્રીકયુલર રીસ્ટોરેશન- એચવીઆર) સર્જરી બાદ દર્દી સ્વસ્થ બનતાં હવે એકથી બે કિલોમીટર ચાલી શકશે , તેમજ મંગળવારે રાત્રે તજાકિસ્તાન જવા રવાના થશે.

આ અંગે વધુ વાંચવા માટે તસવીર પર ક્લિક કરોઃ