તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

'પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને ભેગી ન કરો’

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- આપણી પૃથ્વી અક્ષાંશ-રેખાંશ પર ચાલે છે પરંતુ માણસો એક્સ્ક્યુઝ એટલે કે બહાનાં પર ચાલે છે આ વાત ડો. જયંતી પટેલ 'રંગલો’ દ્વારા ઈડીઆઇ ખાતે પોતાના 'હ્યુમન ફોર લાઇફ’ વ્યાખ્યાનમાં રજૂ કરી હતી અને જીવનને કેમ કરી આનંદમય વિતાવવું તેની સમજણ આપી
- કાર્ટૂન દ્વારા જીવનના દરેક પાસાંઓની છણાવટ કરી


'જીવનમાં ત્રણ ફિલસૂફીને સમજવાની ખૂબ જ જરૂર છે, જેમાં અભ્યાસ, વિવેક અને વૈરાગ્યનો સમાવશે થાય છે. જો વ્યક્તિ જીવનનાં આ ત્રણેય પાસાંઓને સમજી લે તો તે ક્યારેય દુ:ખી થતો નથી.’ આ શબ્દો છે જાણીતા નાટયકાર, કલાકાર, લેખક અને સ્વાતંત્ર્ય સેનાની ડો.જયંતિલાલ પટેલ ઉર્ફે રંગલોનાં. આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિ‌ટયૂટ ઓફ ઇન્ડિયા(ઇડીઆઇ) ખાતે તેમનું 'હ્યુમન ફોર લાઇફ’ વ્યાખ્યાનનું આયોજન શુક્રવારે કરવામાં આવ્યું હતું. તેમણે તેમનાં વ્યાખ્યાનની શરૂઆતમાં જીવનનાં ત્રણ પાસાઓ વિશે વાત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે માનવીએ પોતાના જીવનમાં ત્રણ ફિલસૂફીને સમજવાની ખૂબ જ જરૂર છે, જેવી કે અભ્યાસ, વિવેક અને વૈરાગ્ય. જો આ ત્રણ પાસાઓને માનવી સમજી લે તો ક્યારેય તે દુ:ખી થતો નથી.

૮૯ વર્ષથી જૈફ વયે યુવાનોને શરમાવે તેવી તાજગી સાથે તેમણે જીવનનાં દરેક પાસાઓને પોતાના રચેલાં કાટુર્‍ન દ્વારા દર્શાવ્યાં હતાં. આ પ્રસંગે ઇડીઆઇનાં વિદ્યાર્થીઓ, પ્રાધ્યાપકો અને સ્ટાફનાં સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં. આ ઉપરાંત પોતાના વકતવ્યમાં તેમણે વધુમાં જણાવ્યું કે પૃથ્વી એ એક્સીસ (અક્ષાંશ-રેખાંશ) પર ચાલે છે જ્યારે માણસો એક્સક્યુઝ (બહાના) પર ચાલે છે. જેથી માનવ જીવનનો સાચો આનંદ પ્રાપ્ત કરી શકતો નથી.

તેમણે આનંદ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે આનંદ એ આકાશ જેવું છે અને હતાશા, નિરાશા, દુ:ખ એ વાદળો જેવાં છે. વાદળો આવે અને જાય તેનાથી માણસોએ દુ:ખી થવું જોઇએ નહીં, પરંતુ આજનો માનવી વાદળોને જ આનંદ માને છે અને આકાશને ભૂલી ગયો છે. આ ઉપરાંત તેણે સુખી થવા માટે પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને ભેગી ન કરવા તરફ પણ ઈશારો કર્યો હતો. જીવનમાં હંમેશા પ્રફુલ્લિત રહેવા માટે ડો.પટેલે એક જીવનમંત્ર આપતાં જણાવ્યું હતું કે દરેક વ્યક્તિમાં એક બાળક હોય છે અને જો મનુષ્ય આજીવન બાળસહજવૃત્તિ દાખવે તો હંમેશા ખુશ રહે છે.

- લાઈફના ત્રણ પાસાં

જયંતી પટેલે વકતવ્યમાં ત્રણેય પાસાંઓને સમજાવતા કહ્યું હતું કે, 'અભ્યાસ’ શબ્દને વ્યક્તિએ એવી રીતે લેવો જોઇએ કે, તે પોતે શું છે? અને પોતે ક્યાં છે? પોતાની પ્રગતિ કેટલી છે? તેનાં વિશે વધારે વિચાર કરવો જોઇએ. ત્યારબાદ 'વિવેક’ શબ્દ માટે તેમણે કહ્યું હતું કે કોઇપણ વ્યક્તિએ પોતાનાંથી સરખે-સરખાં, બાળકો, સ્ત્રીઓ, સહકર્મીઓ વગેરે દરેક વ્યક્તિઓ માટે વિવેક દાખવવો જોઇએ. જ્યારે વૈરાગ્યને તેમણે એવી રીતે સમજાવ્યું હતું કે, હંમેશા પ્રોફેશનલ અને પર્સનલ બંને જીવનને એકબીજાથી દૂર રાખવા જોઇએ, બંને જીવનને બેલેન્સ્ડ રાખવા જોઇએ.