• Gujarati News
  • Distorted Description In Letter Zala Gujarat University

સરમણ ઝાલાએ પત્રોમાં બેહદ વિકૃત વર્ણન કર્યું હતું, મહિલાનો સ્કેચ બનાવ્યો’તો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(પ્રો. ઝાલાની ફાઈલ તસવીર)
- સ્કેચ બનાવ્યો: પત્રોમાં અશ્લીલતાની હદ વટાવી
- બેહૂદી માગણી: પત્રોમાં બેહૂદી માગણીઓ છે
- પ્રો.ઝાલાએ કરેલી માગણીઓ વર્ણવી ન શકાય તે હદે બીભત્સ હતી
- પોલીસે રિમાન્ડની માગણી ન કરતાં પ્રો.ઝાલાને જેલમાં મોકલાયા
અમદાવાદ: ગુજરાત યુનિવર્સિ‌ટીમાં ફરજ બજાવતી અધ્યાપિકાને બીભત્સ પત્રો લખવાના કેસમાં ધરપકડ કરાયેલા પ્રોફેસર ઝાલા સામે નોંધાવેલી વધુ બે ફરિયાદના અનુસંધાને ફોજદારી કોર્ટમાં રજૂ કરાયો હતો. પોલીસ રિમાન્ડની માગ ન કરતાં એડિશનલ મેટ્રોપોલિટન મેજિસ્ટટ્રેટ કે.કે.પટેલે આરોપી સરમણ ઝાલાને સાબરમતી જેલમાં મોકલી આપવાનો આદેશ કર્યો છે. નોંધનીય છે કે, પ્રો.ઝાલાએ અધ્યાપિકાને લખેલા છ પત્રો પૈકીના ગુજરાતીમાં લખાયેલા પત્રમાં મહિ‌લાનું સ્કેચ બનાવી તેમાં સ્ત્રીના ગુપ્તભાગો દર્શાવી તેને પામવાની ઇચ્છા વ્યક્ત કરાઇ હતી.

ગુજરાત યુનિવર્સિ‌ટીના સમાજવિદ્યા વિભાગના વડાએ યુનિ.પરિસરમાં ફરજ બજાવતી અધ્યાપિકાને બીભત્સ પત્રો લખવાના મામલાની મહિ‌લા પોલીસ તપાસ હાથ ધરી છે. જેમાં ત્રણ અધ્યાપિકાઓ નોંધાવેલી ત્રણ ફરિયાદ પૈકીના અન્ય બે ફરિયાદમાં પોલીસે ધરપકડ કરી ફોજદારી કોર્ટમાં રજૂ કર્યો હતો. જેમાં પોલીસ આરોપી પ્રોફેસરના રિમાન્ડની માગ કરી ન હતી. જેના પગલે કોર્ટે તેને સાબરમતી જેલમાં મોકલી આપવાનો આદેશ કર્યો હતો. પ્રો.સરમણ ઝાલાએ ત્રણ અધ્યાપિકાને છ પત્રો લખ્યા હતા. છ પત્રો પૈકીના ગુજરાતીમાં લખાયેલા એક પત્રમાં મહિ‌લાનું સ્કેચ બનાવાયું હતું જેમાં,મહિ‌લાના ગુપ્તભાગો દર્શાવ્યા હતા. જેનું ગુજરાતી અને અંગ્રેજીભાષામાં શું અર્થ થાય તે જણાવવામાં આવ્યો હતો. બાકીના પાંચ પત્રોમાં અંગ્રેજી ભાષામાં અધ્યાપિકા સમક્ષ અત્યંત બીભત્સ માગણીઓ કરી હતી.

- પ્રો.ઝાલા પાસે ૩૬ પત્રો લખાવી FSLમાં મોકલાયા

અશ્લીલ પત્રો પ્રો. ઝાલાએ લખ્યા હતા કે નહીં તેની ખરાઇ કરવા પોલીસે અધ્યાપિકાઓ પાસેથી કબજે કરેલા આઠ પત્રો ઉપરાંત પ્રો. ઝાલા પાસે તેવાજ ૩૬ પત્રો લખાવીને તમામ પત્રો હસ્તાક્ષર નિષ્ણાત પાસે ચકાસણી કરાવવા એફએસએલમાં મોકલી આપ્યા છે. અશ્લીલ પત્રો પ્રો. ઝાલા એ જ લખ્યા હોવાના પુરાવા તરીકે પોલીસે યુનિવર્સિ‌ટીમાંથી ઝાલાના લખાણવાળા ચોપડા એફએસએલમાં મોકલી આપ્યા છે.
આગળ વાંચો બે કોર્ટે ઝાલાની જામીન અરજી ફગાવી