જીટીયુની વિવિધ શાખાના ૩૦ ડીનની; નિમણૂંકમાં વિલંબ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિ‌ટી (જીટીયુ) સંલગ્ન ઈજનેરી-ફાર્મસી-એમબીએ-એમસીએ સહિ‌તની વિવિધ વિદ્યાશાખા માટેના ૩૦ જેટલા ડીનોની નિમણૂંક ન થવાથી ભારે મૂંઝવણભરી પરિસ્થિતિ સર્જા‍ઈ છે. જેના કારણે યુનિવર્સિ‌ટીમાં વિવિધ વિદ્યાશાખા-વિષયોને લગતી શૈક્ષણિક-પરીક્ષાલક્ષી બાબતો અંગેનો નિર્ણય લેવામાં તકલીફ પડી રહી હોવાની વિગતો મળી છે.જીટીયુ સલંગ્ન અમદાવાદ સહિ‌ત રાજ્યભરમાં ઈજનેરી-ફાર્મસી-એમબીએ-એમસીએ વિદ્યાશાખાની આશરે ૪૮૬ જેટલી કોલેજો આવેલી છે. આ કોલેજોમાં અભ્યાસ કરતાં આશરે પાંચ લાખ કરતા વધારે વિદ્યાર્થીઓની શૈક્ષણિક તેમજ અન્ય મહત્વપૂર્ણ ચાવીરૂપ બાબતો અંગેના નિર્ણયમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા વિવિધ વિદ્યાશાખાના આશરે ૩૦ જેટલા ડીનોની મુદત પૂર્ણ થઈ ગઈ છે.

ત્યાર બાદ આ ૩૦ જેટલા ડીનોની નિમણૂંક પ્રક્રિયા અંતર્ગત ડીન ની પોસ્ટ માટેની એપ્લિકેશન ઓક્ટોબર-નવેમ્બરમાં મંગાવાઈ હતી. જે અંતર્ગત ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા ૭૦ જેટલા ઉમેદવારોની એપ્લિકેશન આવી છે. પરંતુ જીટીયુની પરીક્ષા નવેમ્બર-ડીસેમ્બરમાં હોવાથી ડીનોની નિમણૂંકની પ્રક્રિયા હાથ ધરવામાં આવી જ નથી. જેના કારણે ભારે અવઢવભરી પરિસ્થિતિ સર્જા‍ઈ છે.શિક્ષણ જગતના હિ‌ત ચિન્તકોની મૂંઝવણ છે કે ક્યારે થશે ડીનોની નિમણૂંક? તેમની એવી માંગણી છેકે સત્વરે જીટીયુના ડીનની નિમણૂંક પ્રક્રિયા હાથ ધરવામાં આવે.

એપ્રિલ સુધીમાં નિમણૂંક થશે
જીટીયુની પરીક્ષાઓ નવેમ્બર-ડીસેમ્બરમાં હોવાથી વિવિધ વિદ્યાશાખાની ડીનોની નિમણૂંક પ્રક્રિયા થઈ શકી નથી, જો કે વિવિધ વિદ્યાશાખાના ડીનોની નિયુક્તિ એપ્રિલ મહીના સુધીમાં કરી દેવામાં આવશે.’
-ડો. અક્ષય અગ્રવાલ, કુલપતિ,જીટીયુ