\'સાહેબ, બીવી ઔર ગેન્ગસ્ટર્સ 2\'...ને આ અમદાવાદીએ આપ્યો રોયલ લૂક

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

'ફિલ્મની આખી સ્ક્રીપ્ટ સાંભળ્યા પછી મેં ડિઝાઈન્સ કરી’

અમદાવાદના જાણીતા ફેશન ડિઝાઈનર દિગ્વિજયસિંહે તાજેતરમાં રિલીઝ થયેલી બોલિવૂડ ફિલ્મ 'સાહેબ,બીવી ઔર ગેન્ગસ્ટર્સ રિટન્ર્સ’ના કલાકારોના ડ્રેસ ડિઝાઈન કર્યાં હતાં. સિટી ભાસ્કરના રિડર્સ માટે તેમણે કેટલીક ડિઝાઈન્સ શેર કરીતાજેતરમાં રિલિઝ થયેલી અને અત્યંત વખણાયેલી ફિલ્મ સાહેબ બીવી ઓર ગેંગસ્ટર રિટર્ન્સનાં મેલ કલાકારો માટે અમદાવાદનાં જાણીતાં ફેશન ડિઝાઇનર દિગ્વિજય સિંઘે કપડાં ડિઝાઇન કર્યાં છે. તેમને આ પ્રોજેક્ટ પર કામ કરવામાં ૨ મહિ‌ના જેટલો સમય લાગી ગયો હતો. હું જ્યારે પણ ફેશન વીકમાં ભાગ લેતો હોઉં ત્યારે જિમ્મી શેરગીલને આમંત્રણ આપતો હોઉં છું. હંમેશા અમે આ પ્રકારનાં ફેશન વીકમાં મળતાં હોઇએ છે.

જિમ્મીએ જ્યારે સાહેબ બીવી ઓર ગેંગ્સ્ટર્સ રિટર્સન્સનું એનાઉન્સમેન્ટ થયું ત્યારે મને ફોન કર્યો અને કહ્યું કે મને લાગે છે કે જે પ્રકારની ફિલ્મ છે, તેનાં કપડાંને ડિઝાઇન કરીને તમે જ ન્યાય આપી શકશો.

આ શબ્દો છે શહેરનાં જાણીતાં ફેશન ડિઝાઇનર દિગ્વિજય સિંઘના.વધુમાં તેમણે જણાવ્યું કે, હું જ્યારે ડિરેક્ટર તિગ્માંશુ ધુલિયા અને પ્રોડયુસર રાજીવ મિત્રાને મળ્યો ત્યારે તેમણે મને ઇરફાન ખાન સાથે બેસાડીને આખી સ્ક્રીપ્ટ સંભળાવી હતી. મેં દરેક કેરેક્ટરનાં બેકગ્રાઉન્ડને ધ્યાનમાં રાખીને તેમનાં કપડાં તૈયાર કર્યાં છે.

મારી સ્પેશિયાલિટી મેન્સ વેરમાં વધુ છે, જેથી મેં ફિલ્મનાં મેલ કેરેક્ટર્સનાં કપડાં તૈયાર કર્યાં હતાં. કેટલાંક તો એક જ સીન માટે બે-ત્રણ એક જેવાં જ ડ્રેસીસ તૈયાર કરવા પડયાં હતાં. કારણ કે, કોઇ સિનમાં ગોળી વાગે તો કપડાં ખરાબ થઇ જાય તો તેને રિ-શૂટ કરવા અઘરાં પડે છે, તેનાં માટે મેં અમુક ડિઝાઇન્સને એક જેવાં બે-ત્રણ ડ્રેસીસ તૈયાર કર્યાં હતાં.

આગળનો અહેવાલ વાંચવા માટે તસવીરો પર ક્લિક કરો: