ડીઝલની ચોરી કરતી ગેંગનો સાગરીત ઝડપાયો

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાતે હાઇવે પર પાર્ક કેરલી ટ્રકોમાંથી ડીઝલની ચોરી કરી ફરાર થઇ જતી ગેંગના સાગરીત મનીષકુમાર ઉર્ફે રાજુ છેદીલાલ ચૌરસિયા (રહે.અમરાઇવાડી)ને ક્રાઇમબ્રાન્ચે ઝડપી લીધો છે. આ ગેંગના સભ્યો ટવેરા કાર ટ્રક પાસે પાર્ક કરી દેતાં હતા અને પાઇપ વડે સાથે લાવેલા પીપડામાં ચોરીનું ડીઝલ લઇને ફરાર થઇ જતા હતા.ડીઝલચોરીનો ભેદ ઉકેલીને ક્રાઈમબ્રાન્ચે પકડાયેલા શખ્સને અસલાલી પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરી છે.