• Gujarati News
  • Diarrhea Pandemic In Ahmedabad East south Zone 200 Case Filed

એક્શન પ્લાન જ ‘બીમાર’ : પૂર્વ-દક્ષિણ ઝોન ઝાડા-ઊલટીના ભરડામાં, 200થી વધારે કેસ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
-રોગચાળો નાથવા માટેનો એક્શન પ્લાન જ ‘બીમાર’, અમરાઈવાડી, બાપુનગર, સરસપુરમાં ઘેર ઘેર બિમારી
-રોગચાળાનાં કારણો ખબર હોવા છતાં સ્થિતિ કાબૂ બહાર

અમદાવાદ : મ્યુનિસિપલ કોર્પોરેશનના વાંકે અમદાવાદ શહેરની છાપ ‘બીમારૂ’ શહેર તરીકે ઊપસી રહી છે. કોઈ પણ સિઝન હોય શહેરમાં રોગચાળો ટોચ ઉપર જ રહે છે. આ વખતે તો પાણીજન્ય રોગચાળો નાથવા હાઈરિસ્ક એરિયા જાહેર કર્યા અને તે માટે એકશન પ્લાન બનાવ્યો પણ આ પ્લાન જ ‘બીમાર’ પડી ગયો હોય તેવુ ઝાડા-ઊલટી અને કમળાના વધી રહેલા કેસ પરથી સ્પષ્ટ થયુ છે. તેમાંય શહેરના બે ઝોન પૂર્વ અને દક્ષિણ ઝોનમાં ઝાડા-ઊલટીના 200 થી વધારે કેસ નોંધાયા છે.

થોડા મહિનાઓ અગાઉ જ્યાં કમળો ફેલાયો હતો તે સરસપુર વિસ્તારમાં પાણીની લાઈનો કરોડોના ખર્ચે બદલી નાખી હોવાના દાવા પોકળ કર્યા હોય તેમ આ વિસ્તારમાં પણ દોઢ મહિનામાં 50 થી વધુ કેસ નોંધાયા છે. મ્યુનિ.હેલ્થ ઓફિસર ડો.ભાવિન સોલંકીના જણાવ્યા અનુસાર, છેલ્લા એક સપ્તાહમાં ઝાડા-ઊલટીના 282 કેસ નોંધાયા છે. મોટા ભાગે પૂર્વ ઝોન અને દક્ષિણ ઝોનમાં આ કેસ વધ્યા છે. કમળાના 89 કેસ નોંધાયા છે. ટાઈફોઈડના 74 કેસ નોંધાયા છે.

ઉલ્લેખનીય છે કે, ઝાડા-ઊલટી અને કમળાના કેસ ન થાય તે માટે બનાવેલો એકશન પ્લાન ભૂતકાળના વર્ષોમાં થયેલી રોગચાળાની સ્થિતિને જોઈને બનાવેલો છે. જે જે વોર્ડમાં છેલ્લા બે વર્ષમાં ઝાડા-ઊલટી અને કમળાના કેેસ થયા હતા તે તે વિસ્તારોમાં જ આ વર્ષે પણ ઝાડા-ઊલટી અને કમળો ફેલાયો છે. ખાસ કરીને આવા વોર્ડમાં સરસપુર, રખિયાલ, ગોમતીપુર, બાપુનગર, વટવા, અમરાઈવાડી વગેરે વોર્ડનો સમાવેશ થાય છે. અહીં નાગરિકોને મળતા દૂષિત પાણીને લીધે આ રોગચાળો વકરતો હોવા છતાં મ્યુનિ.તંંત્ર રોગચાળાને અટકાવી શકતુ નથી તે એક પ્રશ્નાર્થ છે.

તંત્રની બલિહારી : જે ઝોન માટે પ્લાન બન્યો ત્યાં જ રોગચાળો, બધા દાવા માત્ર કાગળ પર જ

અમદાવાદ : છેલ્લા બે વર્ષ 2013 અને 2014માં આખા શહેરમાં ઝાડા-ઊલટીના જે કેસ નોંધાયા છે તેના 85 ટકા કેસ માત્ર પૂર્વ, દક્ષિણ અને ઉત્તર ઝોનમાં નોંધાયા છે. છેલ્લા બે વર્ષની આ ટકાવારીના આધારે હાઈરિસ્ક એરિયા જાહેર કરી એકશન પ્લાન બનાવ્યો. છતાં કમનસીબીની વાત એ છે કે, અહીં ઝાડા-ઊલટીના કેસ ઓછા થવા જોઈએ અથવા થવા ન જોઈએ તેના બદલે વધતા જાય છે. જેના પરથી મ્યુનિ.તંત્રના દાવા માત્ર કાગળ પર જ હોવાનું સ્પષ્ટ જણાય છે.
આગળ વાંચો આ વોર્ડમાં ઝાડા-ઊલટીના સૌથી વધુ કેસ, દરેક ઝોનમાં કેસ વધ્યા