ઢોલિવૂડનો 'મિસ્ટ્રી’ વળાંક, ફક્ત ૭ જ દિવસમાં બનાવી ફિલ્મ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ૧ કરોડના ખર્ચે ફક્ત ૭ જ દિવસમાં બનાવી ફિલ્મ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં હવે ધીમે-ધીમે નવો વળાંક લઈને આધુનિક બની રહી છે ત્યારે નવોદિત કલાકારો બહુ જ લાંબા સમય બાદ લઈને આવ્યા છે મિસ્ટ્રી મૂવી : ફિલ્મમાં ૧૦માંથી બે ટ્રેક ઈન્ટરનેશનલ આર્ટિ‌સ્ટનાં. મોર્ડન-અર્બન ઓડિયન્સને ટાર્ગેટ કરે તેવી ફિલ્મોનો દોર હવે ઢોલીવૂડમાં વધી રહ્યો છે. ઓડિયન્સને અપીલ કરે તેવી ફિલ્મો માટે જાણે ગુજરાતી યુથ તૈયાર થઈ ગયુ છે. વીર હમીરજી ફિલ્મ જ્યારે ઓસ્કર માટે નોમિનેટ થવા જઈ રહી છે આવામાં ઢોલીવૂડમાં નવો મિસ્ટ્રી ટર્ન લાવતી ફિલ્મ'શિકાર’- અ મર્ડર મિસ્ટ્રી રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મના ડિરેક્ટર જેકી પટેલ જણાવે છે કે 'મને ફિલ્મો જોવાનો ઘણો શોખ છે મારી પાસે ઘણી ફિલ્મોનું કલેકશન છે. ઢોલીવૂડમાં હવે ચેન્જ આવી રહ્યો છે તેથી તેને ધ્યાનમાં રાખીને મે થ્રીલર ફિલ્મ બનાવી છે. બજેટ ઈસ્યુઝને કારણે આ ફિલ્મનું શૂટિંગ ૬ દિવસમાં પૂરુ કરવાનો પ્લાન હતો. જોકે ૭ દિવસમાં આ ફિલ્મ બનાવી દીધી છે. ૧ કરોડની અંદર આ ફિલ્મ તૈયાર થઈ ગઈ છે. વધુમાં તે જણાવે છે કે હાલમાં બે ગુજરાતી અને હિ‌ન્દી ફિલ્મ પર પણ કામ ચાલી રહ્યુ છે. જેમાં થ્રીલર, એકશન, રોમેન્ટિક ફિલ્મોનો સમાવેશ થાય છે.’ જેકીએ કરનની અગ્નિપથ ઉપરાંત બે ગુજરાતી ફિલ્મ અને તેલુગુ ફિલ્મમાં પણ પ્રોડક્શન આસિસ્ટન તરીકે કામ કરેલું છે. ફિલ્મમાં સંગીત રોનક રાવલે આપ્યું છે, રોનક જણાવે છેકે, 'ફિલ્મમાં ૧૦ ટ્રેક છે જેમાંથી બે ટ્રેક ઈન્ટરનેશલ આર્ટીસ્ટના લીધેલ છે. નોર્વેના ઈલેકટ્રોનિક આર્ટીસ્ટ એલેઝાન્ડર વિન્ટર (સાવંત) તેમજ યુ.કેના લેડી ઈકો સેન્ટિ્રકનું મ્યુઝિકનું આ ફિલ્મમાં વાપરવામાં આવ્યું છે. તેમજ સિંગર હિ‌માની વ્યાસે પણ આ ફિલ્મમાં ગીત ગાયું છે. ફિલ્મમાં હિ‌ન્દી, ગુજરાતી અને અંગ્રેજી એમ ત્રણેય ભાષાના અલગ-અલગ ગીતો છે. ફિલ્મની લીડ એક્ટ્રેસ વિદિશા પુરોહિ‌ત જણાવે છેકે, મે થિયેટર સબ્જેક્ટ સાથે કોલેજ કરી છે. અગાઉ મે નિહારીકા સિરીયલમાં કામ કરેલુ છે પણ મોટી ફિલ્મમાં આવા સસ્પેન્સ સબ્જેક્ટ પર કામ કરવું એ થોડુ ચેલેન્જિંગ હતું. શુટિંગ દરમિયાન દરેક સભ્યનો સારો સપોર્ટ મળવાને લીધે જ હું સરસ કામ કરી શકી છું. ફિલ્મના પ્રમોશન દરમિયાન ફિલ્મના મેમ્બર્સ, પ્રદીપ, મૌલીન, રોનક, ઉમેશ, સુનિલ, મનોજ,વીદીશા અને જેકી પટેલ હાજર રહ્યા હતા. ફિલ્મ ૨૮ સપ્ટેમ્બરના રોજ ગુજરાતનાં આશરે ૩પ થી ૪૦ થિયેટરમાં રિલીઝ કરાશે.