• Gujarati News
  • Determine The Future Of Bhavnagar Dahej Ferry Service

ભાવનગર-દહેજ ફેરી સર્વિ‌સનું ભાવિ પમી જૂને નક્કી થશે, ૨૨ વિદેશી કંપનીઓ આવશે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- રો-રો સર્વિ‌સઃ રૂપિયા ૧૧૩ કરોડના ખર્ચે હાથ ધરાનારા ડ્રેજિંગ પ્રોજેક્ટનો મુંબઈમાં રોડ શો યોજાશે

ભાવનગર અને દહેજ વચ્ચે ફેરી સર્વિ‌સ શરૂ થશે કે કેમ તેનો સંકેત પમી જૂને મળશે. મુંબઈમાં ભાવનગર અને દહેજ માટે ખંભાતના અખાતમાં થનારા ડ્રેજીંગ કામકાજ માટે અતિમહત્ત્વનો રોડ શો યોજાવાનો છે અને તેમાં દેશવિદેશની ૪૦ કંપનીઓને આમંત્રણ અપાયું છે. રૂ. ૧૧૩ કરોડના ખર્ચે હાથ ધરાનારા ડ્રેજીંગ પ્રોજેક્ટના રોડ શોમાં ભાગ લેવા માટે અત્યાર સુધી સાત કપંનીઓની સહમતી મળી છે. જેમાં પાંચ ભારતીય અને બે વિદેશી કંપનીઓનો સમાવેશ થાય છે. ભાવનગર અને દહેજ વચ્ચે રો-રો સર્વિ‌સ શરૂ કરવા માટે ડ્રેજીંગ પ્રોજેક્ટ એટલા માટે અગત્યનો છે, કેમ કે તેને કારણે દરિયાની ઊંડાઈને વધારાશે અને તેને કારણે વધુ ક્ષમતા ધરાવતા જહાજો તેમાં આવનજાવન કરી શકશે.

આગળ વાંચો, પ્રોજેક્ટનો ખર્ચ રૂ. ૧૧૩ કરોડનો અંદાજવામાં આવ્યો