ખરાબ હવામાનથી દિલ્હી જનારી ફ્લાઈટ દોઢ કલાક મોડી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દિલ્હીમાં ખરાબ વાતાવરણના કારણે શુક્રવારે સવારે અમદાવાદથી દિલ્હી જતી ફ્લાઈટસ સરેરાશ એકથી દોઢ કલાક મોડી પડી છે. આ ઉપરાંત સવારે દિલ્હી જનારી ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફલાઈટસ પણ અમદાવાદ ડાઈવર્ટ કરવી પડી હતી.

શુક્રવારે સવારે અમદાવાદથી દિલ્હી જનારી પોણા સાત વાગ્યાની ઈન્ડિગોની ફલાઈટ, પોણા દસની સ્પાઈસ જેટની, પોણા બારની જેટ એરવેઝની તથા સાડા બાર વાગ્યાની એર ઈન્ડિયાની ફલાઈટ સરેરાશ એકથી દોઢ કલાક મોડી પડી છે.

આ ઉપરાંત દિલ્હી જનારી એક ડોમેસ્ટિક અને બે ઈન્ટરનેશનલ ફલાઈટ સવારે અમદાવાદ એરપોર્ટ ડાયવર્ટ કરાઈ હતી. કાલિકા એરની હોંગકોંગથી દિલ્હી જતી અને ફિન એરની ફલાઈટ સવારે ૯થી ૧૧ વચ્ચે અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થઈ હતી.