ઈજનેરી, ફાર્મસી, એમબીએ, એમસીએમાં ૨૦૧૩-૧૪ માટેની ફી નક્કી કરાઈ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ફી રેગ્યુલેટરી કમિટીએ ડિગ્રી કોલેજોનું એડ્હોક ફીનું માળખું જાહેર કર્યું

ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ ટેકનિકલ એજ્યુકેશન(એઆઈસીટીઈ) દ્વારા માટે નવી મંજૂર થયેલ (શરૂ થયેલ) ડીગ્રી ઈજનેરી-ફાર્મસી-એમબીએ-એમસીએ, એમઈ-એમટેક સહિ‌તની શાખાની કોલેજો માટે શૈક્ષણિક વર્ષ૨૦૧૩-૧૪માટે એડહોક ફીનું માળખુ નક્કી કરાયુ છે. આ ફીનું ધોરણ એક વર્ષ પૂરતુ લાગુ રહશે,ત્યાર બાદ નવુ ફીનું ધોરણ નક્કી કરવામાં આવનાર છે. આ અંગે મળતી માહિ‌તી મુજબ ધોરણ ૧૨ સાયન્સનું પરિણામ ગયા અઠવાડીયે જાહેર કરવામા આવ્યું છે. જે અંતર્ગત ડીગ્રી ઈજનેરી શાખાની બેઠકો પર પ્રવેશ પ્રક્રિયા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

આ પરિસ્થિતિમાં એઆઈસીટીઈ દ્વારા વિવિધ વિદ્યાશાખાનન્ કોલેજોને મંજૂરી આપવામાં આવનાર છે. જે અંતર્ગત ડીગ્રી ઈજનેરી-ડીગ્રી ફાર્મસી- એમબીએ-એમસીએ-ડિપ્લોમા ઈજનેરી-ડિપ્લોમા ફાર્મસી- એમ.ફાર્મ,એમઈ-એમ.ટેક, ડીગ્રી આર્કિટેક્ચર શાખાની કોલેજોની ૨૦૧૩-૧૪ની સાલ માટેની એડહોક ફીનુ માળખુ નક્કી કરાયું છે.

સામાન્ય રીતે એઆઈસીટીઈ દ્વારા મંજૂર કરાયેલ કોલેજોમાં પ્રારંભમાં હિ‌સાબને લગતી વિગતો હોતી નથી. જેના કારણે પ્રથમ વર્ષ માટે એડહોક ફી નક્કી કરવામાં આવે છે.તે પછીથી એક વર્ષના કોલેજે રજૂ કરેલા હિ‌સાબને આધારે કાયમી ફીનું ધોરણ નક્કી કરવામાં આવે છે. હાલમાં રાજ્યમાં મહેમદાવાદ અને વડોદરામાં ડીગ્રી ઈજનેરીની બે કોલેજો શરૂ કરવામા આવી છે. જે અંતર્ગત પ્રત્યેક કોલેજમાં ૩૦૦-૩૦૦ની બેઠકોનો સમાવેશ થાય છે. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ડીગ્રી ઈજનેરી-ફાર્મસી સહિ‌તની વિવિધ વિદ્યાશાખાની સેલ્ફફાઈનાન્સ કોલેજોમાં ફી નિર્ધારણ કરવા માટે નિવૃત્ત જસ્ટીસ આર.જે. શાહ કમિટીનુ ગઠન કરાયું હતુ.

- વિદ્યાશાખા મુજબ ફી
(૨૦૧૩-૧૪ વર્ષ માટે)
૧.ડિગ્રી ઈજનેરીઃ ૪૯૦૦૦
૨.ડિગ્રી ફાર્મસીઃ ૪૯૦૦૦
૩. એમબીએઃ ૪૯૦૦૦
૪. એમસીએઃ ૪૯૦૦૦
પ. ડિ.ઈજનેરીઃ ૨૯૦૦૦
૬. એમ.ફાર્મઃ ૮૯૦૦૦
૭. એમઈ, એમટેકઃ ૭૯૦૦૦
૮.ડિગ્રી આર્કિટેક્ચરઃ પ૭૦૦૦
૯. ડિગ્રી હોટેલઃ ૪૯૦૦૦૦

- એન્ડ ટુરીઝમ મેનેજમેન્ટ કમિટી શું કહે છે ?

ડિગ્રી ઈજનેરી શાખાની બેઠકો ઉપરની પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ કરાયો છે. જે અંતર્ગત નવી મંજૂર થયેલ કોલેજોને ધ્યાનમાં રાખીને એડહોક ફીનું માળખુ નક્કી કરાયું છે.જે એક વર્ષ સુધી રહેશે, જો કે એક વર્ષ બાદ આ કોલેજોમાં કાયમી ફી નક્કી કરાશે.’
- જી.બી.મોઢા, ઓફિસર ઓન સ્પેશિયલ ડયૂટી, ફી રેગ્યુલેટરી કમિટી