• Gujarati News
  • Dandi Yatra Heritage Route Rs2,500 Crore Project, But Nine Years Have Passed Present Status

દાંડી હેરિટેજ માર્ગ : 2500 કરોડની જાહેરાત સામે નવ વર્ષ બાદ માત્ર 55.97 કરોડ રૂપિયાને મંજૂરી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દાંડી હેરિટેજ માર્ગ : 2500 કરોડની જાહેરાત સામે નવ વર્ષ બાદ માત્ર 55.97 કરોડ રૂપિયાને મંજૂરી

ઐતિહાસિક દાંડી યાત્રાને 84 વર્ષ પૂર્ણ થયા છે. મીઠું બનાવવા પર લાગેલા પ્રતિબંધના વિરોધમાં મહાત્મા ગાંધીજી દ્વારા દાંડી યાત્રા કાઢવવામાં આવી હતી. મહાત્મા ગાંધીજીએ 12 માર્ચ 1930ના રોજે સાબરમતી આશ્રમથી દાંડી યાત્રા શરૂ કરી હતી અને 25 દિવસ બાદ 241 માઈલ દૂર પાંચ એપ્રિલે દાંડી પહોચ્યાં હતા.

2005માં ભારતના વડાપ્રધાન મનમોહનસિહે એવી જાહેરાત કરી હતી કે દાંડીયાત્રાના આખા મર્ગને હેરિટેજ રૂટ તરીકે વિકવાવાશે અને એ પ્રોજેક્ટ માટે રૂપિયા 2500 કરોડનો ખર્ચ કરવામાં આવશે. પણ હજુ સુધી આ બાબતે કોઇ કાર્યવાહી થઇ હોય એમ લાગતું નથી એમ જાણકારો કહી રહ્યા છે. ગુજરાતના ત્રેપનમા સ્થાપના દિનની ઉજવણી પ્રસંગે મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ નવસારી જિલ્લામાં દાંડીથી આ બાબતે ગત વરસે કોંગ્રેસની સરકાર પર પ્રહાર કરી જણાવ્યું હતું કે આઠ- આઠ વરસ થઇ ગયા હોવા છતાં મનમોહનસિંહ સરકારે 2500 કરોડમાંથી એક કાણી પાઇ પણ રિલીઝ કરી નથી.

મોદીએ કહ્યું હતું કેમ કોંગ્રેસીઓ ગાંધીજી વિશે વાતો તો બહુ કરે છે પણ તેમના માર્ગે ચાલતા નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે કેન્દ્રની સરકાર નાણાકીય સંશોધનોના અભાવનું બહાનું આગળ ધરીને દાંડીમાર્ગને છોડીને અન્ય હયાત માર્ગોનો વિકાસ યોજનામાં સમાવેશ કરવા રાજ્ય સરકાર પાસે સંમતિ માગે છે પણ ગુજરાત કોઈ સંજોગોમાં દાંડીકૂચનો ઐતિહાસિક માર્ગ છોડવા તૈયાર નથી. 2006માં અમદાવાદ-દાંડી માર્ગને નેશનલ હૈવે 228 તરીકે જાહેર કરાયો હતો.

હાલની સ્થિતિ :

ગત ફેબ્રુઆરી મહિનામાં સંસદમાં કેન્દ્રિય સાંસ્કૃતિક મંત્રી ચંદ્રેશ કુમારીએ માહિતી આપી હતી કે દાંડી હેરિટેજ માર્ગના પ્રોજેક્ટના પહેલા ચરણ માટે રૂપિયા 55.97 કરોડ રૂપિયાને મંજૂરી આપવામાં આવી છે. અમદાવાદથી દાંડી સુધી માર્ગ વિકસાવવાનું આયોજન છે. જો કે, હજુ સુધી કામગીરી શરૂ કરવામાં આવી નથી. એમાં એવું કારણ અપાયું હતું કે પ્લાન અને અંદાજિત ખર્ચ અંગે કોઇ અંતિમ નિર્ણય ના લેવાયો નહોતો.

પહેલા ચરણના ગુજરાત સરકારે 121 કિલોમીટરના માર્ગ માટે રૂપિયા 155.28 કરોડનો પ્રસ્તાવ મોકલ્યો હતો એમ પણ તેમણે જણાવ્યું હતું.

આગળ ક્લિક કરીને જાણો, દાંડીયાત્રા – આંકડાઓમાં જે જાણવા માંગો છો એ બધું જ, જાણો આખો રૂટ, દાંડીયાત્રા પાછળ શું હતું કારણ? અને યાત્રાના કેટલાક સંસ્મરણો