અમદાવાદમાં જામ્યો સાઈકલ્સનો મહાકુંભ, સાઈકલ વૈવિધ્ય જોઈ લોકો આશ્ચર્યચકિત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઊભા-ઊભા ચલાવાય તેવી સાઇકલ

- શહેરની એલ.ડી. કોલેજ ઓફ એન્જિનિયરિંગ ખાતે બે દિવસની નેશનલ ઇવેન્ટ 'ઇકો ગ્રીન વ્હીકલ ચેલેન્જ’નો શુક્રવારે પ્રારંભ થયો, જેમાં દેશભરની એન્જિનિયરિંગ કોલેજીસમાંથી ૧પ જેટલી ટીમોએ જાતે તૈયાર કરેલી ઇનોવેટિવ સાઇકલ લઇને આ સ્પર્ધામાં ભાગ લીઘો હતો.

૯ ફૂટ લાંબી સાઇકલ

રાજકોટની બી.એચ. ગાર્ડી એન્જિનિયિંરગ કોલેજના સ્ટુડન્ટ્સ દ્વારા ૯ ફૂટ લાંબી સાઇકલ બનાવવામાં આવી છે. આ સાઇકલમાં થાક ના લાગે તે હેતુથી જમ્પીંગ પેડલ લગાવવામાં આવ્યા છે. સેફટી ફિચર તરીકે રોલ ઓવર પ્રોટેકશન સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ૧૨ હજારમાં તૈયાર કરવામાં આવેલી આ સાઇકલ ૩૬ કિમીની સ્પીડે દોડી શકે છે

સ્લોપ આસાનીથી ચઢે તેવી સાઇકલ

ઇન્ડસ યુનિવર્સિ‌ટીના સેકન્ડ યરના સ્ટુડન્ટ્સ દ્વારા ઓલ ડ્રાઇવ કોન્સેપ્ટ પર સાઇકલ તૈયાર કરાઇ છે. આ સાઇકલને પેડલ લગાવવામાં આવે તો બંને ટાયરમાં પાવર લાગે છે. ઓછા એફર્ટમાં સ્લોપ આસાનીથી ચડી શકાય છે. ગિયર સિસ્ટમને કારણે સ્પીડ દોઢ ગણી વધી જાય છે. આ સાઇકલ બનાવવા પાછળ ૬થી ૭ હજારનો ખર્ચ થયો છે.

આગળ વાંચો: સીટ નીચે, પેડલ ઉપર ધરાવતી સાઈકલો