અમદાવાદ :દાણીલીમડા દુષ્કર્મ કેસમાં આજે જુએનાઇલ કોર્ટ ચુકાદો આપશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(પ્રતિકાત્મક તસવીર)
3.5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મના 3 આરોપી સગીર
અમદાવાદ : દાણીલીમડા વિસ્તારની સાડા ત્રણ વર્ષની માસૂમ બાળા પર સામૂહિક દુષ્કર્મ આચરાનારા પાંચ આરોપીઓ પૈકીના ત્રણ આરોપીઓ પોતાના ગુનાની કબૂલાત કરતી અરજી જુવેનાઇલ જસ્ટિસ બોર્ડના પ્રમુખ જે.એમ.બ્રહ્મભટ્ટ સમક્ષ કરી હતી. જે અરજી પર પક્ષકારોની રજૂઆતના અંતે કોર્ટ પોતાનો ચુકાદો આવતીકાલે જારી કરશે. અમદાવાદના દાણીલીમડા વિસ્તારની સાડા ત્રણ વર્ષની માસૂમ બાળાને વિસ્તારના પાંચ બાળકોએ લલચાવી ફોસલાવી વિસ્તારના અવાવરુ સ્થળે લઇ જઇ સામૂહિક દુષ્કર્મ આચર્યુ હતું. જે અંગેની માસૂમ બાળાએ માતાને ફરિયાદ કરતાં દાણીલીમડા પોલીસે પાંચેય બાળ આરોપીઓની ધરપકડ કરી બાળ સુધારણા કેન્દ્રમાં મોકલી આપ્યા હતા.

જ્યાં પાંચ આરોપીઓ પૈકીના એક આરોપીએ ગુનાની કબૂલાત કરતાં કોર્ટે તેને ત્રણ વર્ષની કેદ ફટકારી રાજકોટ બાળ સુધારણા કેન્દ્રમાં મોકલી આપ્યા હતા. દરમિયાનમાં, આ કેસના વધુ ત્રણ બાળ આરોપીઆેએ પહેલી વાર ગુનો આચર્યો છે. કોઇ ગુનાહિત ઇતિહાસ નથી. જેથી દયા દાખવી ઓછી સજા કરવાની દાદ માગી હતી. જ્યારે બીજી તરફ, જુવેનાઇલ કોર્ટના સરકારી વકીલ વી.વી.પરમારે ત્રણેય બાળ આરોપીઓની ગંભીર ગુનામાં સંડોવણી છે. જેથી તેમના તરફે દયા દાખવી શકાય તેમ નથી. દયા દાખવવામાં આવે તો સમાજમાં અવળી અસર પડે તેમ છે. તેથી ત્રણયે આરોપીઓને આકરી સજા ફટકારવી જોઇએ. પક્ષકારોની રજૂઆતના અંતે જુવેનાઇલ જસ્ટિસ બોર્ડના પ્રમુખ જે.એમ.બ્રહ્મભટ્ટ પોતાનો ચુકાદો આવતીકાલે જારી કરશે.