PSI ગોસ્વામીને પોલીસ સમક્ષ હાજર રહેવા કોર્ટનો આદેશ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સેટેલાઇટ પોલીસ મથકના નામે કાળી ટીલી લગાવનાર તોડબાજ પોલીસ સબ ઇન્સ્પેકટર(પ્રોબેશન) પી.કે.ગોસ્વામીને આગોતરા જામીન મળતાં તે ગુરુવારે સેટેલાઈટ પોલીસ મથકે હાજર થયા હતા અને આ પ્રકરણની તપાસ કરી રહેલા એસીપી જે.સી.પટેલે સાંજે પાંચેક વાગ્યે ગોસ્વામીનું નિવેદન લીધું હતું જોકે નિવેદનમાં ગોસ્વામીએ શું જણાવ્યું તે કહેવાનો પીઆઈ જે.સી.પટેલે ઇનકાર કર્યો હતો. બીજી તરફ પીએસઆઇ ગોસ્વામીએ પોતે નિર્દોષ હોવાનુ રટણ ચાલુ રાખ્યું હતું.

સેટેલાઇટના પીએસઆઇ પી. કે. ગોસ્વામી અને આનંદનગરના પીએસઆઈ એ. એ. જાડેજા એસીપી વી. ડી. ગોહિ‌લના આદેશથી કથિત વહીવટદાર મહિ‌પતસિંહ ઉર્ફે રાજેન્દ્રસિંહ સાથે નહેરુનગરના સુનિલ નાગરાણીના કોલ સેન્ટર પર પહોંચી તેમને ધમકાવીને રૂ. ૧૪ લાખનો તોડ કર્યો હતો. જોકે જેસીપી અજય તોમરે તપાસ કરાવી ગોસ્વામી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પીએસઆઇ ગોસ્વામી તથા જાડેજા ભાગી ગયા હતા. ગોસ્વામીના વકીલ પી.આર.અગ્રવાલે જણાવ્યું હતું કે આ સમગ્ર ફરિયાદ જ ખોટી છે અને જે દિવસે ઘટના બની ત્યારે જેતે કોમ્પ્લેક્સમાં લગાવાયેલા સીસીટીવી કેમેરામાં ગો્સ્વામી ક્યાંય દેખાતાજ નથી.