• Gujarati News
  • Court Flagellation To Police For Odhav Area Married Women Case

પોલીસની ઝાટકણી કાઢતી કોર્ટ : પહેલાં સુપ્રીમનો ચુકાદો વાંચો પછી કોર્ટમાં આવો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાયદો: ઓઢવ પરિણીતાના કેસમાં પોલીસની આકરી ઝાટકણી કાઢતી કોર્ટ
અમદાવાદ : શનિવારે ઓઢવની પરિણીતાની માસૂમ દીકરી સાથે મણિનગર રેલવે ટ્રેક પર પડતુ મૂકવાનો પ્રયાસ કર્યો હતો. પરિણીતાની દહેજ પ્રતિબંધક ધારા હેઠળની ફરિયાદના આધારે ઓઢવ પોલીસે સાસુ અને દિયરની ધરપકડ કરી હતી. બંને આરોપીઓને મિરઝાપુર કોર્ટમાં રજૂ કરતા ઓઢવ પોલીસની કાર્યવાહી સામે કોર્ટે નારાજગી દર્શાવી ઓઢવ પી.આઇની આકરી ઝાટકણી કાઢી સાત વર્ષથી ઓછી સજાના ગુનામાં સ્થાનિક પોલીસ મથકને જામીન આપવાની સત્તા આપી હોવા છતાં તમે પ્રોડક્શન કરો છો. જેથી તમારી સામે કન્ટેમ્પટ ઓફ કોર્ટની કાર્યવાહી કરવાનુ ઉચ્ચારતા ઓઢવ પોલીસ ક્ષોભજનક સ્થિતિમાં મુકાઇ હતી. અને બંને આરોપીઓને કાયમી જામીન પર મુક્ત કર્યા હતા.

સમગ્ર મામલામાં મુખ્યમંત્રીએ દરમિયાનગિરી કરતાં ઓઢવ પોલીસે સોમવારે પરિણીતાના સાસુ હસુમતીબેન રાઠોડ અને દિયર હાર્દિક રાઠોડની ધરપકડ કરી હતી. મંગળવારે મિરઝાપુર કોર્ટમાં પ્રોડકશન કર્યું હતું. કોર્ટમાં પ્રોડકશન રજૂ કરતાની સાથે જ ગ્રામ્ય કોર્ટના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એસ.એસ.જાની અકળાઇ ગયા હતા. સાત વર્ષથી ઓછી સજાના ગુનામાં સુપ્રીમ કોર્ટે આઠ માસ અગાઉ પોલીસ મથકને જામીન આપવાની સત્તા આપી છે તો તમે કેવી રીતે પ્રોડક્શન કરો. તમને ચુકાદાની જાણ નથી . જેના પગલે પી.આઇ. ક્ષોભજનક સ્થિતિમાં મુકાયા હતા.

પોલીસે સાસુ અને દિયરને જામીન પર મુક્ત કર્યા

દહેજના કેસમાં ધરપકડ કરાયેલા સાસુ અને દિયરને લઇને મિરઝાપુર કોર્ટમાં ચાલેલા હાઇ વોલ્ટેજ ડ્રામાના અંતે ઓઢવ પોલીસ બંને આરોપીઓને લઇને ઓઢવ પોલીસ મથક પહોંચી હતી. બાદમાં પરિણીતાના સાસુ-દિયરને કાયમી જામીન પર પોલીસે મુક્ત કર્યા હતા.

કોર્ટે રિસેસમાં પીઆઇને સુપ્રીમનો ચુકાદો વંચાવ્યો

સાત વર્ષથી ઓછી સજાના ગુનામાં પ્રોડક્શન કરનારા ઓઢવના પી. આઇ ડી.એચ.દેસાઇને આઠ માસ સુપ્રીમ કાેર્ટે જારી કરેલા અરનેશકુમાર વિરુદ્ધ સ્ટેટ ઓફ બિહારનો ચુકાદો રિસેસમાં વાંચવા આપ્યો હતો.