આંબેડકર જયંતીની કોંગ્રેસ આખું વર્ષ ઉજવણી કરશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ: દેશના બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની 125મી જન્મજયંતી નિમિત્તે કોંગ્રેસે ભવ્ય ઉજવણીનું આયોજન કર્યું છે. પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા નિશિત વ્યાસના જણાવ્યાનુસાર ‘અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિએ લીધેલા નિર્ણય મુજબ 14મી એપ્રિલે ડો. આંબેડકરની 125મી જન્મજયંતીની ઉજવણી તેમજ વર્ષને બાબાસાહેબના જન્મજયંતી વર્ષ તરીકે ઉજવવા કોંગ્રેસના રાષ્ટ્રિય અધ્યક્ષ સોનિયા ગાંધી-ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની દેખરેખમાં સમિતિની રચના કરી છે.

ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના નવનિર્મિત ભવન જ્યોતિર્મયનું 13 એપ્રિલે રાજ્યપાલ, મુખ્યમંત્રીની હાજરીમાં લોકાર્પણ કરવામાં આવશે.